(ANI Photo)

ફ્રાન્સના પ્રેસિડન્ટ એમેન્યુઅલ મેક્રોને  વડાપ્રધાન મોદીને ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ લીજન ઓફ ઓનરનું સર્વોચ્ચ ફ્રેન્ચ સન્માન આપ્યું હતું. આ એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય વડાપ્રધાન બનેલા મોદીએ ભારતના લોકો વતી પ્રેસિડન્ટ મેક્રોનનો આભાર માન્યો હતો. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, પીએમ મોદીને ફ્રાન્સના પ્રેસિડન્ટ પેલેસમાં આ સન્માન આપવામાં આવ્યું હતું. આ સન્માન મેળવનાર તેઓ પ્રથમ ભારતીય પીએમ બન્યા છે. અગાઉ, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને ગુરુવારે મોડી રાત્રે તેમના માટે ડિનરનું આયોજન કર્યું હતું.

ફ્રાન્સના સર્વોચ્ચ નાગરિક સન્માન પછી વિવિધ દેશો દ્વારા તેમને આપવામાં આવેલા ટોચના આંતરરાષ્ટ્રીય પુરસ્કારો અને સન્માનોની સંખ્યા વધીને 14 થઈ ગઈ છે. ફ્રાન્સ પહેલા 13 દેશોએ પીએમ મોદીને તેમનું સર્વોચ્ચ નાગરિક સન્માન આપ્યું છે. પેરિસ દ્વારા વિશ્વભરના પસંદગીના નેતાઓ અને પ્રતિષ્ઠિત હસ્તીઓને લીજન ઓફ ઓનર એનાયત કરવામાં આવે છે. આમાં દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ પ્રમુખ નેલ્સન મંડેલા, તત્કાલીન પ્રિન્સ ઑફ વેલ્સ, કિંગ ચાર્લ્સ, ભૂતપૂર્વ જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ, સંયુક્ત રાષ્ટ્રના ભૂતપૂર્વ મહાસચિવ બૌટ્રોસ બૌટ્રોસ-ઘાલી વગેરેનો સમાવેશ થાય છે.

 

LEAVE A REPLY

1 × 2 =