પેન્સિલવેનિયાના 12મા કૉંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટમાંથી ડેમોક્રેટિક કૉંગ્રેસના ઉમેદવાર ભાવિની પટેલ (PTI Photo)

પિટ્સબર્ગમાં ફૂડ ટ્રક “ઈન્ડિયા ઓન વ્હીલ્સ” બિઝનેસમાં સિંગલ માતાને મદદ કરવાથી લઇને ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી શિક્ષણ પૂર્ણ કર્યા પછી ટેક સ્ટાર્ટઅપ શરૂ કર્યા પછી હવે ગુજરાતી મૂળની ઇન્ડિયન અમેરિકન ભાવિની પટેલ યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવની ચૂંટણીના મેદાનમાં ઝંપલાવ્યું છે.

30 વર્ષીય ભાવિની પટેલે ગયા વર્ષે 2 ઓક્ટોબરના રોજ પેન્સિલવેનિયાના 12મા કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટમાંથી કોંગ્રેસ માટે ચૂંટણી લડવાનો નિર્ણય જાહેર કર્યો હતો. આ બેઠક હાલમાં તેમના ડેમોક્રેટિક પાર્ટીના સાથીદાર સમર લી પાસે છે. છેલ્લાં વર્ષોથી લીએ તેમના ડિસ્ટિક્ટ્રમાં લોકપ્રિયતા ગુમાવી દીધી છે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસવુમન લી એવા કેટલાક સાંસદો પૈકીના એક છે જેમણે ગયા વર્ષે જૂનમાં અમેરિકન કોંગ્રેસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધનનો બહિષ્કાર કર્યો હતો.

ભાવિની પટેલના પેરેન્ટ્સ ગુજરાતમાંથી અમેરિકા સ્થાઈ થયા હતા. ભાવિનીનો જન્મ અમેરિકામાં થયો હતો. ૩૦ વર્ષનાં ભાવિની પટેલે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી ડિગ્રી મેળવી હતી. ભાવિની પટેલે એક સમયે ફૂડ ટ્રકથી કારકિર્દી શરૂ કરી હતી. ઈન્ડિયા ઓન વ્હિલ નામના ફૂડ ટ્રકથી સંઘર્ષ કર્યા બાદ ભાવિનીએ એક ટેકનોલોજીનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતું. એ સ્ટાર્ટઅપ સફળ થયું હતું. હવે ભાવિનીએ રાજકારણમાં ઝંપલાવ્યું છે.

હાલમાં ભાવિની પટેલ 23 એપ્રિલે નિર્ધારિત પ્રાયમરીનો અવરોધ પાર કરવાની તૈયારી કરી રહ્યાં છે. તેમણે ચૂંટણીભંડોળ તરીકે 310,000 ડોલર એકત્ર કર્યા છે, જેમાંથી આશરે 70 ટકા ફંડ રાજ્યમાંથી મળ્યું છે. પટેલ બાઇડનને પ્રખર સમર્થક છે.

LEAVE A REPLY