ગાંધીનગરમાં જી20 આરોગ્ય મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ)ના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ અધાનમ ગ્રેબ્રેયસસ આવી પહોંચ્યાં હતા. (ANI Photo)

ગુજરાતના ગાંધીનગરમાં જી-20 આરોગ્ય પ્રધાનોની બેઠકને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે જણાવ્યું હતું કે G20 રાષ્ટ્રોએ આગામી આરોગ્ય કટોકટીનો સામનો કરવા તમામ માટે ટેકનોલોજી ઉપલબ્ધ કરવી પડશે અને ઇનોવેશનને ખુલ્લા મૂકવા પડશે. સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોવિડ-19 મહામારીનો ઉલ્લેખ કરીને મોદીએ તમામ G20 રાષ્ટ્રોને આગામી આરોગ્ય કટોકટીને રોકવાતેની તૈયારી કરવા અને પ્રતિસાદ આપવા માટે તૈયાર રહેવા અનુરોધ કર્યો હતો.  

મોદીએ જણાવ્યું હતું કે વૈશ્વિક આરોગ્ય માટેની વૈશ્વિક પહેલોથી એક કોમન પ્લેટફોર્મ પર વિવિધ ડિજિટલ હેલ્થ પહેલને એકસાથે લાવી શકાશે. જાહેર હિત માટે આપણા ઇનોવેશનને ખુલ્લા મૂકવા જોઇએ. આપણે તમામ માટે ટેકનોલોજી ઉપલબ્ધ કરવી જોઇએ. આ પહેલથી હેલ્થકેર ડિલિવરીમાં ખામીઓને દૂર કરવામાં ગ્લોબલ સાઉથના દેશોને મદદ મળશે. તેનાથી યુનિવર્સલ હેલ્થ કવરેજ (UHC) હાંસલ કરવાના અમારા ધ્યેયની નજીક જઈ શકાશે.  

તેમણે G20 સભ્યોને કહ્યું કે ભારત લોકોની ભાગીદારીની મદદથી વૈશ્વિક સમયમર્યાદા પહેલા ક્ષય રોગ (ટીબી) નાબૂદ કરશે.” અમે દેશના લોકોને નિ-ક્ષય મિત્ર (ટીબી નાબૂદી માટેના મિત્રો) બનવાનું આહ્વાન કર્યું છે. આ મિશન હેઠળ લગભગ 1 મિલિયન દર્દીઓને નાગરિકો દ્વારા દત્તક લેવામાં આવ્યા છે. હવે અમે 2030ના વૈશ્વિક લક્ષ્‍યાંકથી પહેલા ટીબી નાબૂદીને હાંસલ કરવાના અમારા માર્ગ પર છીએ.  

LEAVE A REPLY

6 − two =