India's Press Information Bureau/Handout via REUTERS

વડાપ્રધાન મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે 18 સપ્ટેમ્બરથી સંસદના વિશેષ સત્રનું બોલાવ્યું છે. તેની શરૂઆત 18 સપ્ટેમ્બરથી સંસદની કાર્યવાહી જૂના સંસદ ભવનથી થશે, જ્યારે ગણેશ ચતુર્થીના દિવસે એટલે કે 19 સપ્ટેમ્બરે નવા સંસદ ભવનમાં સંસદની કાર્યવાહીના શ્રીગણેશ થશે. સંસદનું આ સત્ર 22 સપ્ટેમ્બર સુધી ચાલશે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે 9-10 સપ્ટેમ્બર દરમિયાન G20 નેતાઓની સમિટ પછી સંસદના અઠવાડિયા-લાંબા સત્રનો એજન્ડા નક્કી કરવામાં આવે તેવી અપેક્ષા છે.

સરકારે અત્યાર સુધી આ વિશેષ સત્રનો એજન્ડા સ્પષ્ટ કર્યો નથી. વિપક્ષના ઈન્ડિયા ગઠબંધને મંગળવારે કેન્દ્ર સરકાર સમક્ષ વિશેષ સત્રનો એજન્ડા જાહેર કરવા માગ કરી હતી. વિપક્ષે આશા વ્યક્ત કરી હતી કે વિશેષ સત્રમાં સરકાર મોંઘવારી અને બેરોજગારી જેવા મુદ્દાઓ પર ચર્ચા કરશે. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આ મામલે વડાપ્રધાન મોદીને પત્ર લખીને વિશેષ સત્રનો એજન્ડા જાહેર કરવા પૂછ્યું છે. તેમણે આગ્રહ કર્યો છે કે 18 સપ્ટેમ્બરે શરૂ થનારા સંસદના વિશેષ સત્ર દરમિયાન દેશની આર્થિક સ્થિતિ, જાતીય વસતી ગણતરી, સંસદીય સમિતિ દ્વારા અદાણીની તપાસ, ચીન સાથેની ખેંચતાણ વગેરે સહિત 9 મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવે.

 

00000000000000

LEAVE A REPLY

three + 15 =