• લંડનના હેરોમાં આવેલ સિદ્ધાશ્રમ ધામ, 22 પામર્સ્ટન રોડ, હેરો HA3 7RR ખાતે તા. 27 ઓગસ્ટથી 5 સપ્ટેમ્બર સુધી ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. રોજ સાંજે 7થી 9 દરમિયાન આરતી, ભજનો અને મંત્રજાપનો લાભ મળશે. સિદ્ધાશ્રમ યુટ્યુબ ચેનલ અને ફેસબુક પર લાઈવ જોડાઇને પણ ઉત્સવમાં ભાગ લઇ શકાશે. 07483 154 148.
  • શ્રી કૃષ્ણ મંદિર, 81 ઓલ્ડ મીરિંગ સ્ટ્રીટ, વેસ્ટ બ્રોમવિચ, B70 9SZ ખાતે ગણેશ ઉત્સવનું આયોજન 26 ઓગસ્ટથી શનિવાર 6 સપ્ટેમ્બર 2025 દરમિયાન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે તા. 26ના રોજ સવારે 10થી શ્રી ગણેશ સ્થાપના, શ્રી ગણેશ પૂજા, થાળ અને આરતી તથા દરરોજ સાંજે 6થી 7 શ્રી ગણેશ આરતી અને ભજન સત્સંગ, દૈનિક આરતી થશે. તા. 6ના રોજ સવારે 8-30 કલાકે ગણેશ વિસર્જન સ્ટ્રેટફર્ડ-અપોન-એવન ખાતે થશે.
  • ક્રોયડન મિત્ર મંડળ દ્વારા ક્રોયડન ગણેશ ઉત્સવ 2025નું આયોજન ક્રિષ્ણા અવંતિ પ્રાયમરી સ્કૂલ, સાઉથબ્રિજ પ્લેસ, ક્રોયડન CRO 4HA ખાતે શનિવાર 30 ઓગસ્ટના રોજ બપોરે 12 થી રાત્રે 9 વાગ્યા સુધી અને રવિવાર તા. 31 ઓગસ્ટના રોજ બપોરે 12 થી સાંજે 5 વાગ્યા સુધી કરવામાં આવ્યું છે. આ પ્રસંગે બાળકો માટે માટીનો ઉપયોગ કરીને ગણેશ મૂર્તિ બનાવવા માટેના વર્કશોપનું આયોજન 31 ઓગસ્ટના રોજ બપોરે 1થી 3 વાગ્યા સુધી કરવામાં આવ્યું છે. વધુ વિગતો માટે જુઓ: https://www.croydonmitramandal.org.uk/
  • મહારાષ્ટ્ર મંડળ લંડન દ્વારા સતત 35મા વર્ષે ગણેશોત્સવની ઉજવણીનું આયોજન તા. 27 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર સુધી મહારાષ્ટ્ર ભવન, 306 ડોલીસ હિલ લેન, લંડન NW2 6HH ખાતે કરવામાં આવ્યું છે. આ વર્ષે 11 દિવસના ઉત્સવ દરમિયાન દૈનિક ગણેશ પૂજા અને આરતી, નાટક અને સાંસ્કૃતિક પ્રદર્શન, નૃત્ય સ્પર્ધા, બાળકોની પ્રવૃત્તિઓ અને સામુદાયિક મેળો, મહાપ્રસાદનો લાભ મળશે. સંપર્ક: વૃષાલ ખાંડકે (પ્રમુખ) +44 7762 218 565.
  • હાઉન્સ્લો ગણેશ મંડળ દ્વારા હાઉન્સલોમાં 18મા ગણપતિ ઉત્સવનું આયોજન 27 અને 28 ઓગસ્ટના રોજ એકતા, સંસ્કૃતિ અને પરંપરા સાથે એલેક્ઝાન્ડ્રા મોન્ટેસરી, હાઉન્સલો ખાતે કરવામાં આવ્યું છે.
  • ગણેશ ઉત્સવ સમિતિ, મિલ્ટન કેન્સ દ્વારા સતત 15મા વર્ષે એકતાની ભાવના જગાડતા ગણેશ ઉત્સવ 2025 કાર્યક્રમનું આયોજન શનિવાર, 30 ઓગસ્ટના રોજ સવારે 9-30થી સાંજના 6 અને સ્ટેન્ટનબરી લેઝર સેન્ટર સ્ટેન્ટનબરી MK14 6BN ખાતે કરવામાં આવ્યું છે. મફત પાર્કિંગ મળશે. સંપર્ક 07742 541 289
  • એઇલ્સબરી હિન્દુ મંદિર દ્વારા ગણેશ ઉત્સવનું આયોજન ધ મેન્ડેવિલે સ્કૂલ, યુનાઇટેડ કિંગડમ, HP21 8ES ખાતે શનિવાર 6 સપ્ટેમ્બર 2025ના રોજ સવારે 10થી સાંજે 4:30 વાગ્યા સુધી કરવામાં આવ્યું છે. પરંપરાગત પૂજા, આરતી, ભજન બાળકો માટે કાર્યક્રમો, સાંસ્કૃતિક કાર્યક્રમોનો લાભ મળશે.
  • સટન મિત્ર મંડળ દ્વારા સતત પાંચમા વર્ષે સાર્વજનિક ગણેશોત્સવ 2025નું આયોજન 30 ઓગસ્ટના રોજ સવારે 9થી સાંજના 7 અને 31 ઓગસ્ટના રોજ સવારે 8-45થી સાંજના 4-30 દરમિયાન બેડિંગ્ટન પાર્ક, સાઉથ કાર પાર્ક, વોલિંગ્ટવ કાઉન્ટી ગ્રામર સ્કૂલ પાછળ કરવામાં આવ્યું છે. આ દિવસો દરમિયાન ગણેશ પૂજા, મહાઆરતી, પ્રસાદ, ભજન-કિર્તનનો લાભ મળશે.
  • શિવ શક્તિ ગણેશ મંડળ યુકે દ્વારા સતત 7મા વર્ષે સૌના જીવનમાં શાંતિ, પ્રેમ અને સમૃદ્ધિ લાવતા ગણેશ મહોત્સવનું આયોજન 30 અને 31 ઓગસ્ટના રોજ રિચાર્ડ ચેનોલર સેકન્ડરી સ્કૂલ, મેનોર ડ્રાઇવ નોર્થ, ન્યૂ મૉલ્ડન, KT3 5 PA ખાતે કરવામાં આવ્યું છે. તા. 30 ના રોજ સાંજે 4થી 7.30 દરમિયાન ગણેશ સ્થાપના પૂજા, સાંસ્કૃતિક કાર્યક્રમ અને આરતી-મહા પ્રસાદ તથા 31ના રોજ સવારે 11થી આરતી, ભજન અને સાંસ્કૃતિક કાર્યક્રમ, પ્રસાદ અને લેઝીમ ડાન્સ, ગણેશવિસર્જન થશે. સંપર્ક: 07888 862 988.

LEAVE A REPLY