પ્રતિક તસવીર (Photo by Pete Summers/Getty Images)

એજ્યુકેશન મિનીસ્ટર ગેવિન વિલિયમ્સને જાહેરાત કરી હતી કે ‘’કોરોનાવાયરસના કારણે એ-લેવલ અને જીસીએસઈની પરીક્ષાઓ માટે આગામી વર્ષે કિશોરોને વધુ અધ્યાપનનો સમય આપવા માટે મોટા ભાગના પેપરો માટે ત્રણ અઠવાડિયાનો વિલંબ કરવામાં આવશે. એ-લેવલ અને જીસીએસઇના પરિણામો આવતા ઉનાળામાં સહેજ પાછળ ધકેલી દેવામાં આવશે અને ઓગસ્ટના અંતમાં તે જ અઠવાડિયામાં જાહેર કરવામાં આવશે.

ઇંગ્લેન્ડના કેટલાક ભાગોમાં પણ પરીક્ષાઓ લેવામાં આવશે જેમાં આગામી ઉનાળામાં હજી પણ કડક કોરોનાવાયરસ પ્રતિબંધ હોઈ શકે છે. હોડ ટીચર્સ સાથે આકસ્મિક યોજનાઓની ચર્ચા કરવામાં આવશે. જીસીએસઇ અને એ-લેવલના અભ્યાસક્રમના સામગ્રીમાં તપાસવામાં કોઈ ફેરફાર થશે નહીં. યુનિવર્સિટીના પ્રવેશમાં વિલંબ કરશે પરંતુ યુનિવર્સિટીઝ નિયત તારીખોએ સપ્ટેમ્બર અથવા ઑક્ટોબરમાં રાબેતા મુજબ શરૂ થઈ શકે છે.

એજ્યુકેશન સેક્રેટરી ગેવિન વિલિયમસનએ સાંસદોને લેખિત નિવેદનમાં જણાવ્યું હતું કે, મોટાભાગની જીસીએસઈ, એએસ અને એ-લેવલની પરીક્ષાઓ આવતા વર્ષે જૂનથી શરૂ થશે, જે સામાન્ય કરતાં 23 દિવસ પછી છે, જેના અંતિમ પેપર 2 જુલાઇએ છે. પરીક્ષાની સિઝન દરમિયાન જે કિશોરોને સેલ્ફ આઇસોલેશન થવાની ફરજ પડશે તેમને દરેક મુખ્ય વિષયોમાં ઓછામાં ઓછું એક પેપરમાં બેસવાની મહત્તમ તક મળશે. મે મહિનામાં ઘણી ઓછી એન્ટ્રી નંબરોવાળી એ-લેવલ અને એએસ-લેવલની પરીક્ષાઓ પણ લેવામાં આવશે. એ-લેવલ અને એએસ-લેવલનાં પરિણામો ૨ ઓગસ્ટ, મંગળવારે જાહેર કરવામાં આવશે.