• સરવર આલમ દ્વારા

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની પૂર્વસંધ્યાએ ગયા મંગળવારે તા. 7ના રોજ યોજાયેલા GG2 લીડરશિપ એન્ડ ડાયવર્સિટી એવોર્ડ્સમાં પેનલ ચર્ચા દરમિયાન ડૉન બટલરે એમપીએ જણાવ્યું હતું કે વંશીય લઘુમતી મહિલાઓએ “વધારાના અવરોધો”નો સામનો કરવાનું ચાલુ રાખ્યું છે અને તે જ તેમને કારકિર્દીની સીડી પર ચઢતા અટકાવે છે. ડૉન બટલરે જજ અનુજા ધીર અને બેન્ક ઓફ ઈંગ્લેન્ડની નાણાકીય નીતિ સમિતિના સભ્ય અને અર્થશાસ્ત્રના પ્રોફેસર ડૉ. સ્વાતિ ઢીંગરા સાથે આ પેનલમાં ભાગ લીધો હતો.

નોર્થ વેસ્ટ લંડનના બ્રેન્ટ સેન્ટ્રલનું પ્રતિનિધિત્વ કરતા ડૉન બટલરે જણાવ્યું હતું કે ‘’રાજકીય વ્યવસ્થામાં અશ્વેત અને એશિયન મહિલાઓને જે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તેને મેં જોયું છે. અશ્વેત મહિલાઓ કોમન્સમાં માત્ર 10 ટકા સાંસદોનું પ્રતિનિધિત્વ કરે છે અને ખાસ કરીને અશ્વેત સ્ત્રીઓને અન્ય સ્ત્રીઓ કરતાં વધારાના અવરોધોનો સામનો કરવો પડે છે. કેટલીકવાર તમને પ્રમોશન માટે અવગણવામાં આવશે. તમને તમારી શક્તિઓ અથવા તમારા કાર્યની ગુણવત્તા માટે જોવામાં આવતા નથી. મને હંમેશા એક શ્યામ સ્ત્રી તરીકે કહેવાયું છે કે મને ઓળખ માટે બમણી મહેનત કરવી પડશે. તે એક વાસ્તવિકતા છે અને તે અયોગ્ય છે. જ્યારે તમે શ્યામ અથવા એશિયન મહિલાઓ વિશે વાત કરો છો, ત્યારે લોકો અસ્વસ્થતા અનુભવવા લાગે છે. તેને દૂર કરવાનો એકમાત્ર રસ્તો છે તેના વિશે વાત કરવી અને તેને ઉજાગર કરવી.”

ડૉ. સ્વાતિ ઢીંગરાએ જણાવ્યું હતું કે ‘’અર્થશાસ્ત્રમાં ચોથા ભાગની શિક્ષણશાસ્ત્રીઓ મહિલાઓ છે, પરંતુ આંકડાઓ પર વધુ વિગતવાર નજર કરવાથી અલગ ચિત્ર દેખાય છે. જો તમે સાઉથ એશિયનોને જુઓ, તો એવું લાગે છે કે વાહ, અમે ખૂબ સારું કરી રહ્યા છીએ. કારણ કે જો તમે જુનિયર લેવલે જુઓ તો તમામ મહિલા અર્થશાસ્ત્રના શિક્ષણવિદોમાં ત્યાં 40 ટકા એશિયન મહિલાઓને જુઓ છો. સીનીયર લેવલ પર છેલ્લા દસ વર્ષમાં મહિલાઓની સંખ્યામાં ખરેખર આઠ ટકાનો ઘટાડો થયો છે. કંઈક દેખીતી રીતે ખોટું છે. વધુ મહત્ત્વપૂર્ણ એ છે કે મહિલાઓના કામની ક્યારેય ગણતરી થતી નથી અને અમે મોટા પાયે અન્ડરપ્રેઝેન્ટેડ થઈએ છીએ.”

2017માં ઓલ્ડ બેઈલી કોર્ટમાં ફૂલ ટાઇમ જજ તરીકે નિયુક્ત થનાર પ્રથમ બિન-શ્વેત જજ અનુજા ધીરે જણાવ્યું હતું કે ‘’જ્યારે ન્યાયતંત્રની વાત આવે ત્યારે અંધકારમય ચિત્ર દેખાય છે. આ ક્ષેત્રનો ઉચ્ચ વર્ગ હજુ પણ પુરુષોથી બનેલો છે, અને સ્ત્રીઓ ઘણીવાર “ઇમ્પોસ્ટર સિન્ડ્રોમ” સાથે સંઘર્ષ કરતી જોવા મળે છે. ન્યાયતંત્રમાં અને કાયદાકીય વ્યવસાયમાં મોટી સમસ્યા મહિલાઓને જાળવી રાખવાની છે. જો તમે આવનારા લોકોને જુઓ ત્યારે પ્રેક્ટિસના પ્રથમ ત્રણ કે ચાર વર્ષમાં પુરુષો કરતાં સ્ત્રીઓ વધુ દેખાય છે. પરંતુ આ પ્રોફેશનમાં ઉંચે જતા વધુ સ્ત્રીઓ કામ છોડી દે છે. તેના ઘણા કારણો છે. એક કુટુંબ શરૂ કરવાનું છે. આ ક્ષેત્રમાં રીટેન્શન એક સમસ્યા છે. બીજું એ છે કે સ્ત્રીઓને ઈમ્પોસ્ટર સિન્ડ્રોમ હોય છે. સ્ત્રીઓને લાગે છે કે તેઓ જે તે કામ કરી શકતી નથી. તેઓ પ્રમોશન મેળવવા અને ઉચ્ચ પદ પર જવા અને મોટા કેસ મેળવવા માંગે છે. જો તેઓ તે મેળવી પણ લે છે તો તેમને લાગે છે કે તેઓ બહુ સારું કરશે નહીં. મહિલાઓને જાળવી રાખવા માટે આપણે કંઈક કરવું પડશે. આપણી પાસે વધુ સારી સપોર્ટ સિસ્ટમ હોવી જોઈએ. આપણે આપણી જાત પર વિશ્વાસ રાખીને વધુ સારું થવું પડશે.”

30 વર્ષથી લૉની પ્રેક્ટિસ કરતા ધીર માને છે કે ‘’મેં આ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો ત્યારથી જે પ્રગતિ થવી જોઈએ તે કરી શકી નથી. જ્યારે મેં બારમાં શરૂઆત કરી, ત્યારે હું બેરિસ્ટર જેવી દેખાતી નહોતી. મને જોઇને એક ક્લાયન્ટ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તે એક ગેરલાભ હતો અને કેસ મેળવવાનું વધુ મુશ્કેલ હતું. મેં શરૂઆત કરી ત્યારે મોટાભાગના બેરિસ્ટરો પુરૂષ, શ્વેત તથા ચોક્કસ પૃષ્ઠભૂમિમાંથી આવ્યા હતા અને પ્રોફેશનમાં જોડાણો ધરાવતા હતા. મારી પેઢીને તે વખતે થોડું વધારે સખત કામ કરવું પડ્યું હતું અને અમારે થોડું વધારે સખત બનવું પડ્યું હતું. મને જે તકલીફ પડી તે 30 વર્ષ પહેલાં હતી. આપણે શું પ્રગતિ કરી છે? મને ખાતરી નથી કે આપણે જેટલું કરવું જોઈએ તેટલું આગળ વધી ગયા છીએ.’’

પેનલના મોડરેટર સંગીતા માયસ્કાએ જ્યારે કહ્યું કે ‘’પ્રોફેશનના ઉચ્ચ સ્તરે ત્રણ અગ્રણી વંશીય લઘુમતીની મહિલાઓ હોવાને કારણે ‘ગ્લાસ સીલીંગ તૂટી ગઈ છે’ ત્યારે બટલરે ‘હંમેશા વધુ કરવાની જરૂર છે’ તેમ કહીને જવાબ આપ્યો હતો.

બટલરે પ્રેક્ષકોમાંના પુરુષોને ‘સમાજ બદલવા’ અને કામના સ્થળોને વધુ વૈવિધ્યસભર બનાવવા માટે તેમની પાછળ આવતા લોકોને સહયોગ અને માર્ગદર્શન આપવા વિનંતી કરી હતી.

ધીરે વૈવિધ્યસભર વર્ક એન્વાયરમેન્ટના ફાયદા પર ભાર મૂકતાં કહ્યું હતું કે “અમે ખરેખર જે સમજ્યા તે એ છે કે લોકોનું વિવિધ જૂથ એવા જૂથ કરતાં વધુ સારા નિર્ણયો લેશે કે જે બધા સમાન દેખાય, સમાન હોય અને સમાન પૃષ્ઠભૂમિમાંથી આવે. એક જગ્યાએ વધુ મહિલાઓ અથવા વિવિધ પૃષ્ઠભૂમિની વધુ મહિલાઓ રાખવાનો પ્રશ્ન નથી, કારણ કે તે વાજબી અને યોગ્ય બાબત છે. તે કાર્યસ્થળ માટે મૂલ્ય લાવવા વિશે છે, કારણ કે તમને એક અલગ પરિપ્રેક્ષ્ય અને દૃશ્યોની શ્રેણી મળે છે. વિવિધતા મૂલ્ય ઉમેરે છે. આપણે તેને ફેશનેબલ બાબત તરીકે ન વિચારવું જોઈએ. પરંતુ તે કોઈપણ ઉદ્યોગ કે વ્યવસાય માટે શ્રેષ્ઠ વસ્તુ છે.”

ઢીંગરાએ આ મુદ્દાને ઉકેલવા માટે વાસ્તવિક પગલાં લેવા વિનંતી કરતાં કહ્યું હતું કે ‘’હું સમજી શકતી નથી કે કેવી રીતે ’50 ટકા વસ્તી કાર્યસ્થળમાં લઘુમતી હોઈ શકે છે. સામાન્ય રીતે, કંપનીઓ જેન્ડર પે ગેપ કેવો દેખાય છે તે પ્રકાશિત કરે છે, પરંતુ જો તમે તેમને જેન્ડર અને કલ્ચરલ પે ગેપ વચ્ચેનું અંતર પ્રકાશિત કરવાનું શરૂ કરો છો, તો તે વધુ મોટું હશે. લોકોને તકો આપવામાં આવતી નથી તે આ વિશાળ વારસાની અસર ધરાવે છે જેનો આપણે હજુ પણ સામનો કરવો પડશે. મને ચિંતા છે કે સમય તેને બદલવાનો નથી. જ્યાં સુધી આ બાબતો આપણા જીવનકાળમાં બનવા જઈ રહી છે તે રીતે ઝડપી ન થાય ત્યાં સુધી તે ખરેખર દબાણ કરવાની બાબત હશે.’’

LEAVE A REPLY

1 × 1 =