પ્રતિકાત્મક તસવીર (istockphoto)
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું વહીવટીતંત્ર જો બાઇડેનના કાર્યકાળમાં પોતાના માતાપિતા વિના જ અમેરિકા-મેક્સિકો બોર્ડર પાર કરીને આવેલા 4,50,000 માઇગ્રન્ટ્સ બાળકોની રાષ્ટ્રવ્યાપી સ્તરે, મલ્ટીએજન્સી સમીક્ષા કરી રહ્યું છે. ટ્રમ્પ તંત્રના અધિકારીઓના અનુસાર તેઓ આવા બાળકોને ટ્રેક કરીને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માગે છે. આવા ઘણા બાળકો તાજેતરના વર્ષોમાં ગેરકાયદે બોર્ડર પાર કરીને અમેરિકા આવ્યા છે અને ત્યારબાદ તેમને પુખ્ત પ્રાયોજકો વિના, ખાસ કરીને માતા-પિતા, સગા-સંબંધીઓ અને પરિવારના મિત્રો વિના ઘરોમાં રખાયા હતા.
માઇગ્રન્ટ્સની તરફેણ કરનારા લોકોને રીપબ્લિકન વહીવટકર્તાઓની દાનત સામે આશંકા છે, તેમને આશંકા છે કે તંત્ર દ્વારા આવા બાળકોના ઘરે હોમલેન્ડ સિક્યોરિટી અને એફબીઆઇ એજન્ટ્સને મોકલવામાં આવી શકે છે. ટ્રમ્પનો અમેરિકામાં ગેરકાયદે ઇમિગ્રેશન વિરુદ્ધ ઝીરો ટોલરન્સનો અભિગમ એટલો કટ્ટર છે કે તેના કારણે ઘણા નાના બાળકોએ દેશની બહાર જવું પડ્યું છે. અને તેના કારણે આ શંકા વધુ મજબૂત બની શકે છે. સરકાર આ સમીક્ષાની કામગીરીનો ઉપયોગ દેશમાં ગેરકાયદે રીતે રહેતા આવા બાળકો અથવા તેમના પ્રાયોજકોને ડીપોર્ટ કરવા માટે કરી શકે છે.
ટ્રમ્પ તંત્રના અધિકારીઓના અનુસાર માઇગ્રન્ટ બાળકોના પ્રાયજકોની હંમેશા યોગ્ય રીતે તપાસ થયેલી હોતી નથી અને તેના કારણે આવા બાળકો પૈકીના ઘણા બાળકો પર શોષણનું જોખમ રહેલું હોય છે. અમેરિકન ન્યાય વિભાગ દ્વારા હાલમાં જ એક વ્યક્તિ સામે તહોમતનામું દાખલ કરાવાયું હતું કે તે પ્રથમ 14 વર્ષની એક સગીરાને ગ્લાટેમાલાથી લલચાવીને અમેરિકા લાવ્યો હતો અને ત્યારબાદ તેણે તે સગીરાની કસ્ટડી મળે તે માટે ખોટી રીતે પોતાની બહેન ગણાવી હતી.

LEAVE A REPLY