પ્રીત કૌર ગિલે યુકેના હોમ સેક્રેટરી

બર્મિંગહામ એજબેસ્ટન સાંસદ એમપી સાંસદ પ્રીત કૌર ગિલે તાજેતરમાં એજબેસ્ટન સ્ટેડિયમમાં ભારતીય ક્રિકેટ ચાહકો પરના રેસીસ્ટ દુર્વ્યવહાર અંગે એજબેસ્ટન ક્રિકેટ ગ્રાઉન્ડના ચીફ એક્ઝિક્યુટિવ સ્ટુઅર્ટ કેનને પત્ર લખી જણાવ્યું છે કે ‘આપણે ભેદભાવને દૂર કરવા અને તેને રોકવા માટે વધુ કરવું જોઈએ. જાતિવાદ એ આપણા સમાજમાં પ્રસરેલા કેન્સર સમાન છે અને જ્યારે તે માથું ઊંચું કરે ત્યારે કાર્ય કરવાની આપણી દરેકની ફરજ છે”.

બર્મિંગહામ પોલીસે જણાવ્યું હતું કે ટેસ્ટ મેચ દરમિયાન રેસીસ્ટ વર્તનના આરોપો બાદ શુક્રવારે તા. 8ના રોજ એક 32 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરી હતી અને તે પૂછપરછ માટે કસ્ટડીમાં છે.

સંખ્યાબંધ સમર્થકોએ ટ્વિટર પર જણાવ્યું હતું કે ટેસ્ટના ચોથા દિવસે અન્ય ચાહકો દ્વારા રેસીસ્ટ દુર્વ્યવહાર દ્વારા તેમને નિશાન બનાવાયા હતા. આ ઘટનાને યોર્કશાયરના ભૂતપૂર્વ સ્પિનર અઝીમ રફીક દ્વારા ટ્વિટર પર રજૂ કરાઇ હતી. ગિલે સોમવારે તા. 11ના રોજ  ટ્વિટર પર પત્ર પોસ્ટ કર્યો હતો.

તેમણે સાંસદે એજબેસ્ટન ક્રિકેટ ગ્રાઉન્ડના અધિકારીઓ દ્વારા લેવામાં આવેલા ઝડપી પગલાંની પણ પ્રશંસા કરી હતી.