REUTERS/M. Sriram/File Photo

ભારતની જાણીતી સ્નેક બ્રાન્ડ હલ્દીરામને ખરીદવા વિદેશી રોકાણકારોમાં હોડ મચી છે. વિશ્વની ટોચની પ્રાઇવેટ ઇક્વિટી કંપની બ્લેકસ્ટોકના વડપણ હેઠળ રોકાણકારોના વૈશ્વિક કોન્સોર્ટિયમે હલ્દીરામના સ્નેક ફૂડનો 76 ટકા હિસ્સો ખરીદવા માટે 8.5 બિલિયન ડોલરની જંગી ઓફર કરી છે. આ વૈશ્વિક રોકાણકારોમાં અબુ ધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી (ADIA) અને સિંગાપોરની GICનો પણ સમાવેશ થાય છે.

જોકે હલ્દીરામ અને વૈશ્વિક કન્સોર્ટિયમ બંનેમાંથી એકપણ આ બિનબંધનકર્તા બિડ અંગે પુષ્ટી આપી ન હતી.

1937માં રાજસ્થાનના બિકાનેરમાં સ્થપાયેલી આ કંપનીમાં ફૂડ, સ્વીટ એન્ડ સ્નેકનો બિઝનેસ કરે છે. હાલમાં આ કંપની અગ્રવાલ પરિવારના દિલ્હી અને નાગપુર જૂથો વચ્ચે વિભાજિત છે. હલ્દીરામ ફૂડ્સ ઇન્ટરનેશનલની કમાન નાગપુર જૂથ પાસે છે, જ્યારે હલ્દીરામ સ્નેક્સનો વહીવટ  દિલ્હી જૂથ કરે છે. આ બંને કંપનીઓના મર્જર દ્વારા હલ્દીરામ સ્નેક ફૂડ નામની એક નવી કંપની બનાવવાની યોજના છે.

નાગપુર સ્થિત જૂથે FY22માં ₹3,622 કરોડની આવક નોંધાવી હતી. દિલ્હી સ્થિત હલ્દીરામ સ્નેક્સ પ્રાઈવેટ લિમિટેડે આ જ નાણાકીય વર્ષમાં ₹5,248 કરોડનું વેચાણ કર્યું હતું.

આ ફૂડ ચેઈનને હસ્તગત કરવાના ભૂતકાળમાં પણ પ્રયાસ થયા હતાં. અગાઉ બેઈન કેપિટલ, વોરબર્ગ પિંકસ અને જનરલ એટલાન્ટિક જેવી વેન્ચર કેપિટાલિસ્ટ કંપનીઓએ તેને ખરીદવાના પ્રયાસ કર્યો હતો. 1937માં બિકાનેરમાં છૂટક મીઠાઈની દુકાન તરીકે સ્થપાયેલ આ કંપનીની પ્રોડક્ટ્સ હાલમાં 80થી વધુ દેશોમાં વેચાય છે.

LEAVE A REPLY

fourteen − 1 =