Government claims that terrorists are hiding in Imran's house
(ANI Photo)

પાકિસ્તાનના પંજાબ પ્રાંતની વચગાળાની સરકારે બુધવારે દાવો કર્યો હતો કે ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનના લાહોરના નિવાસસ્થાને આશરે 30થી 40 આતંકવાદીઓ છુપાયેલા છે. સરકારે  ત્રાસવાદીઓની સોંપણી કરવા અથવા કડક કાર્યવાહીનો સામનો કરવા 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું. જોકે સરકાર ઇમરાનના સમર્થકોને ત્રાસવાદી ગણાવતી હોવાની શક્યતા છે.

અહીં ઉલ્લેખનીય છે કે પોલીસે માર્ચમાં ઇમરાનના ઝમાન પાર્ક નિવાસસ્થાને તેમની ધરપકડ કરવા માટે હુમલો કર્યો હતો, પરંતુ તેમની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના કાર્યકરોના જોરદાર પ્રતિકારને કારણે તે યોજના નિષ્ફળ રહી હતી.

પંજાબના રખેવાળ માહિતી પ્રધાન અમીર મીરે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે અમને એક ગુપ્તચર અહેવાલ મળ્યો છે કે 9મેના રોજ લશ્કરી મથકો અને ખાસ કરીને લાહોર કોર્પ્સ કમાન્ડર હાઉસ પર હુમલો કરવામાં સામેલ આશરે 30થી 40 આતંકવાદીઓ ઇમરાન ખાનના જમાન પાર્ક નિવાસસ્થાનમાં છુપાયેલા છે. અમે ઇમરાન ખાન અને તેમની પાર્ટીને 24 કલાકની અંદર ત્રાસવાદીઓ પોલીસને સોંપવા અથવા કડક કાર્યવાહી માટે તૈયાર રહેવાનું અલ્ટીમેટમ આપીએ છીએ.

9મેના પ્રદર્શનકારીઓનો આતંકવાદી તરીકે ઉલ્લેખ કરતાં મીરે કહ્યું હતું કે ઇમરાન ખાનના નિવાસસ્થાનમાં ત્રાસવાદીઓ હોવાની સરકાર પાસે માહિતી છે. ઈન્ટેલિજન્સ રિપોર્ટ ખૂબ જ ચોંકાવનારો છે. સરકારે જીયો ફેન્સિંગથી ત્રાસવાદીઓની હાજરીની પુષ્ટી કરી છે. ઇમરાન ખાનની ધરપકડ પહેલા તેમના પક્ષે હુમલાની યોજના બનાવી હતી.

LEAVE A REPLY

three × one =