પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ગુજરાતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા અને મોતમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રવિવારે સાંજે સરકારે જારી કરેલી માહિતી મુજબ રાજ્યમાંછેલ્લા 24 કલાકમાં 1,175 નવા કેસ નોંધાયા હતા. આની સામે 1,347 દર્દીઓ સાજા થયા હતા. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 11 દર્દીના મોત થયા હતા. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4,171 પર પહોંચી ગયો હતો. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 2,10,214 લોકોને સાજા થતા રજા આપવામા આવી છે.

દિવાળીના ઉત્સવો પછી રાજ્યમાં કોરોના સંક્રમિત કેસ અને મોતમાં ઉછાળો આવ્યો હતો, પરંતુ હવે કેસોની સંખ્યમાંમાં સતત ઘટી છે. . રાજ્યમાં રિકવરી રેટ 92% કરતા વધી ગયો છે. તેમજ નવા કેસની સરખામણીમાં સ્વસ્થ થતાં દર્દીઓનો આંકડો પણ વધારે થયો છે.

છેલ્લાં 24 કલાકમાં સમગ્ર ગુજરાતમાં કુલ 55,989 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આની સાથે કુલ કોરોના ટેસ્ટનો આંકડા 86,69,576 થયો હતો. રાજ્યનાં જુદા જુદા જિલ્લાઓમાં કુલ 5,39,514 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જેમાંથી 5,38,377 લોકોને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે અને 137 લોકોને ફેસિલિટી ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યા છે.

રાજ્યમાં સતત 10માં દિવસે નવા કેસ કરતા સાજા થનારા દર્દીની સંખ્યા વધુ નોંધાઈ હતી. રવિવારે નોંધાયેલા 1,175 પોઝિટિવ કેસમાંથી અમદાવાદ શહેરમાં 239, અમદાવાદ જિલ્લામાં 08, સુરત શહેરમાં 148, સુરત જિલ્લામાં 24, વડોદરા શહેરમાં 112, વડોદરા જિલ્લામાં 40, રાજકોટ શહેરમાં 99, રાજકોટ જિલ્લામાં 30 કોરોનાના કેસ નોંધાયા હતા.