પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારતમાં છેલ્લાં કેટલાંક સપ્તાહથી કોરોનાના એક્ટિવ કેસની સંખ્યામાં ઘટાડાનો ટ્રેન્ડ ચાલુ થયો છે. દેશમાં કોરોનાના એક્ટિવ કેસનું પ્રમાણ ઘટીને કુલ કેસના 3.62 ટકા થયું છે, એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રવિવારે જણાવ્યું હતું.

દેસમાં કોરોનાના દૈનિક નવા કેસ કરતાં દૈનિક રિકવરીની સંખ્યા વધું છે. હાલમાં એક્ટિવ કેસની સંખ્યા 3,56,546 છે. રવિવારના સવારના આઠ વાગ્યાના ડેટા અનુસાર દેશમાં છેલ્લાં 24 કેસમાં દેશમાં 30,254 નવા કેસ નોંધાયા હતા. આની સામે 33,136 વ્યક્તિ કોરોનામુક્ત બન્યાં હતાં ભારતમાં છેલ્લાં સાત દિવસમાં એક મિલિયન દીઠ સરેરાશ 158 કેસ નોંધાયા હતા, જે વિશ્વમાં સૌથી ઓછા પૈકીના એક છે. દેશમાં અત્યાર સુધી આશરે 93.57 લાખ લોકો કોરોનાથી રિકવર થયા છે.
રવિવારે ભારતમાં કોરોનાના કુલ કેસ 98.57 લાખ થયા હતા. આની સામે 93.57 લાખ લોકો રિકવર થયા છે. દેશમાં એક દિવસમાં 391 વ્યક્તિના મોત સાથે કુલ મૃત્યુઆંક વધીને 1,43,019 થયો હતો.