Gujarat Giants lost both matches in Women's Premier League
ગુજરાત જાયન્ટ્સની સોફિયા ડંકલી રવિવારે મુંબઈમાં ડૉ ડીવાય પાટિલ સ્પોર્ટ્સ એકેડેમી ખાતે મહિલા પ્રીમિયર લીગ (WPL) માં યુપી વોરિયર્સ સામેની મેચ દરમિયાન શોટ રમે છે. (ANI Photo)

શનિવારથી મુંબઈમાં શરૂ થયેલી પહેલી વીમેન્સ પ્રીમિયર લીગ ક્રિકેટ સ્પર્ધામાં બે દિવસ દરમિયાન રમાયેલી ત્રણ મેચમાં ગુજરાતની બે મેચ હતી અને બન્નેમાં ગુજરાતનો પરાજય થયો હતો. શનિવારે પહેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે અને રવિવારે બીજી મેચમાં યુપી વોરિયર્સે ગુજરાતને હરાવ્યું હતું. તો ત્રીજી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો દિલ્હી કેપિટલ્સ સામે પરાજય થયો હતો. 

રવિવારની યુપી સામેની મેચમાં ગુજરાત જાયન્ટ્સે છ વિકેટે 169 રન કર્યા હતા. હરલીન દેઓલના 46, ઓપનર સભિનેની મેઘનાના 24 તથા એશ્લી ગાર્ડનરના 25 રન મુખ્ય હતા, તો યુપી વોરિયર્સ તરફથી દીપ્તિ શર્મા અને સોફી એક્લેસ્ટને બે-બે વિકેટ લીધી હતી. 

જવાબમાં યુપી વોરિયર્સે છેલ્લી ઓવરમાં બે વાઈડ સહિત કુલ 24 રન કરી ત્રણ વિકેટે ધમાકેદાર વિજય હાંસલ કર્યો હતો. એકસ્ટ્રા બે રન સિવાયના 22 રન (બે છગ્ગા, બે ચોગ્ગા અને બે રન) ગ્રેસ હેરિસે કર્યા હતા. હેરિસ 26 બોલમાં 59 રન કરી અણનમ રહી હતી, તો એ પહેલા કિરણ નવગિરેએ 43 બોલમાં 53 રન કર્યા હતા. આ રીતે, 170ના ટાર્ગેટ સામે યુપી વોરિયર્સે 7 વિકેટે 175 રન કરી છેલ્લા બોલે વિજય હાંસલ કર્યો હતો. ગુજરાતની કિમ ગાર્થે પાંચ વિકેટ લીધી હતી. 

ગ્રેસ હેરિસને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાઈ હતી.  

 

અગાઉની મેચના પરિણામોઃ 

તારીખ                    ટીમ અને સ્કોર                         પરિણામ

04 માર્ચ            મુંબઈ – પાંચ વિકેટે 207

                     ગુજરાત – 64 ઓલ આઉટ            મુંબઈનો 143 રને વિજય         

05 માર્ચ            દિલ્હી – બે વિકેટે 223

                     બેંગ્લોર – 8 વિકેટે 163                 દિલ્હીનો 60 રને વિજય

LEAVE A REPLY

four × four =