(ANI Photo)

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત સૌથી પ્રથમ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે કરી હતી. ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કર્યો હતો કે અમેરિકાની મધ્યસ્થીમાં ભારત અને પાકિસ્તાન તાત્કાલીક અસરથી સંપૂર્ણ શસ્ત્ર વિરામ લાગુ કરવા સંમત થયાં છે. જોકે ટ્રમ્પની આ જાહેરાતના દિવસે પાકિસ્તાનને યુદ્ધવિરામનો ભંગ કરીને ભારત પર ડ્રોન હુમલા અને સીમા પર ફાયરિંગ ચાલુ કર્યું હતું.

અમેરિકાના વિદેશ પ્રધાન માર્કો રુબિયોએ તેને યુએસની મધ્યસ્થી સાથે કરાયેલો યુદ્ધવિરામ ગણાવ્યો હતો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શાહબાઝ શરીફની શાંતિનો માર્ગ પસંદ કરવામાં તેમની શાણપણ, સમજદારી અને રાજનીતિની પ્રશંસા કરી હતી.

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરારની આશ્ચર્યજનક જાહેરાતના સોળ કલાક પછી, ટ્રમ્પે હવે કાશ્મીર મુદ્દાનો ઉકેલ શોધવા માટે બંને પડોશીઓ સાથે કામ કરવાની પણ ઓફર કરી છે. એ નોંધવું જોઈએ કે નવી દિલ્હી માને છે કે કાશ્મીર ભારતનો અભિન્ન ભાગ છે અને ત્રીજા પક્ષની મધ્યસ્થીનો વિરોધ કરે છે.

યુએસ પ્રેસિડન્ટે ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કર્યું હતું કે “મને ભારત અને પાકિસ્તાનના મજબૂત અને અવિશ્વસનીય રીતે શક્તિશાળી નેતૃત્વ પર ખૂબ ગર્વ છે, કારણ કે તેમની પાસે એવી શક્તિ, શાણપણ અને હિંમત છે કે તેઓ સંપૂર્ણપણે જાણી શકે અને સમજી શકે કે વર્તમાન આક્રમણને રોકવાનો સમય આવી ગયો છે, યુદ્ધને કારણે કારણે ઘણા બધા લોકો મૃત્યુ પામ્યા હોત અને વિનાશ થયો હોત. લાખો સારા અને નિર્દોષ લોકો મરી ગયા હોત!

LEAVE A REPLY