ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવાલ (ANI Photo)

પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામના ઉલ્લંઘન વચ્ચે ચીનના વિદેશ પ્રધાન વાંગ યી સાથેની વાતચીતમાં ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ શનિવારે સ્પષ્ટ કર્યું હતું કે કે ભારત યુદ્ધ ઇચ્છતું નથી, પરંતુ આતંકવાદ સામે કાર્યવાહી જરૂરી છે.બીજી તરફ ચીની વિદેશ પ્રધાને નવી દિલ્હીને વધુ તંગદિલી ઊભી ન કરવા તથા શાંત અને સંયમિત અભિગમ રાખવાનો અનુરોધ કર્યો હતો. જોકે ડોભાલે સ્પષ્ટ કર્યું હતું

ચીનની સરકારી સમાચાર એજન્સી શિન્હુઆના જણાવ્યા અનુસાર ડોભાલે જણાવ્યું હતું કે પહેલગામ આતંકવાદી હુમલામાં ભારતના લોકોની ગંભીર જાનહાનિ થઈ હતી અને ભારતે આતંકવાદ વિરોધી પગલાં લેવાની જરૂર છે. ભારતે યુદ્ધ પસંદ કરતું નથી અને તે કોઇપણ દેશના હિતમાં નથી. ભારત અને પાકિસ્તાન યુદ્ધવિરામ માટે પ્રતિબદ્ધ રહેશે અને શક્ય તેટલી વહેલી તકે પ્રાદેશિક શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત કરવા માટે આતુર રહેશે. ચીનના વિદેશ પ્રધાન 22 એપ્રિલના આતંકી હુમલાની નિંદા કરતાં જણાવ્યું હતું કે ચીન તમામ પ્રકારના આતંકવાદનો વિરોધ કરે છે.

વાંગે યુદ્ધવિરામ પ્રયાસો માટે બેઇજિંગના સમર્થનનો પુનરોચ્ચાર કર્યો અને ઉમેર્યું હતું કે ચીન શાંતિની સ્થાપવામાં રચનાત્મક ભૂમિકા ભજવવાનું ચાલુ રાખવા તૈયાર છે. તેમણે પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડાર સાથે પણ ફોન પર વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે ખાસ કરીને બંને દેશોના પડોશી તરીકે બેઇજિંગ ચિંતિત છે.

LEAVE A REPLY