Bilkis bano rape case
બિલકિસ બાનો (ફાઇલ ફોટો) (ANI Photo)

બિલ્કીસ બાનો કેસમાં ગુજરાત સરકારના ખૂબ લાંબા જવાબમાં તથ્યો ગાયબ છેઃ સુપ્રીમ કોર્ટ સુપ્રીમ કોર્ટે મંગળવાર (18 ઓક્ટોબર)એ બિલ્કીસ બાનો ગેંગ રેપ કેસમાં ટીપ્પણી કરી હતી કે ગુજરાત સરકારે શ્રેણીબદ્ધ ચુકાદા ટાંકીને ખૂબ જ લાંબો જવાબ આપ્યો છે, પરંતુ તેમાં તથ્યો ગાયબ છે. આ કેસમાં 11 દોષિતોને ગુજરાત સરકારે જેલમુક્ત કર્યા છે અને સરકારના આ નિર્ણયને સુપ્રીમમાં પડકારવામાં આવ્યો છે.

સર્વોચ્ચ અદાલતે અરજદારોને ગુજરાત સરકારના સોગંદનામા પર તેમનો જવાબ દાખલ કરવા માટે સમય આપ્યો છે. કોર્ટે જણાવ્યું હતું કે 2002ના કેસમાં સજા માફી અને દોષિતોની મુક્તિને પડકારતી અરજીઓ અંગે 29 નવેમ્બરે સુનાવણી કરશે. જસ્ટિસ અજય રસ્તોગીની અધ્યક્ષતાવાળી બેન્ચે અવલોકન કર્યું હતું કે “શ્રેણીબદ્ધ ચુકાદા ટાંકવામાં આવ્યા હોય તેવી કોઈ કાઉન્ટર એફિડેવિટનો મે સામનો કર્યો નથી. એક ખૂબ જ વિશાળ કાઉન્ટર એફિડેટિવ. તથ્યપૂર્ણ નિવેદન ક્યાં છે, વિચારશક્તિનો ઉપયોગ ક્યાં છે?” ખંડપીઠે ગુજરાત સરકારનો આ જવાબ તમામ પક્ષકારોને ઉપલબ્ધ કરાવવાનો પણ આદેશ આપ્યો હતો. સીપીઆઈ(એમ)ના વરિષ્ઠ નેતા સુભાષિની અલી અને અન્ય બે મહિલાઓએ દોષિતોની સજા માફી અને તેમની મુક્તિ સામે જાહેર હિતની અરજી દાખલ કરી છે. જસ્ટિસ રસ્તોગીએ અવલોકન કર્યું કે તેઓ ગુજરાત સરકારના જવાબનો અભ્યાસ કરે તે પહેલાં જ તે અખબારોમાં આવી ગયો હતો. સોલિસિટર જનરલ

તુષાર મહેતાને સંબોધતા જસ્ટિસ રસ્તોગીએ જણાવ્યું હતું કે શ્રેણીબદ્ધ ચુકાદા ટાંકવામાં આવ્યા હોય તેવી કાઉન્ટર એફિડેવિટ તેમને જોઈ નથી. આ અંગે સંમત થતાં મહેતાએ કહ્યું કે તે ટાળી શકાયું હોત. સોલિસિટર જનરલે રજૂઆત કરી કે અજાણ્યાઓ અને ત્રાહિત પક્ષો સજા માફી અને દોષિતોને મુક્તીને પડકારી શકે નહીં. ગુજરાત સરકારે સોમવારે સર્વોચ્ચ અદાલતમાં 1992ની માફી નીતિ અનુસાર દોષિતોને મુક્ત કરવાના તેના નિર્ણયનો બચાવ કર્યો હતો અને જણાવ્યું હતું કે દોષિતોએ જેલમાં 14 વર્ષથી વધુ સમય પૂરો કર્યો છે અને તેમનું વર્તન સારું હોવાનું જણાયું હતું.

એફિડેવિટમાં જણાવાયું છે કે “9 જુલાઈ, 1992ની નીતિ અનુસાર સંબંધિત સત્તાવાળાઓના અભિપ્રાયો મેળવવામાં આવ્યા હતા અને 28 જૂન, 2022ના પત્ર દ્વારા કેન્દ્રીય ગૃહ મંત્રાલયને સબમિટ કરવામાં આવ્યા હતા અને કેન્દ્રની મંજૂરી/યોગ્ય આદેશોની માંગણી કરી હતી.” કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 11 જુલાઈ, 2022ના રોજ પત્ર દ્વારા દોષિતોની વહેલી મુક્તિને મંજૂરી આપી હતી. જવાબમાં એ પણ ખુલાસો કર્યો હતો કે દોષિતોની વહેલી મુક્તિ માટેની દરખાસ્તનો પોલીસ અધિક્ષક, સીબીઆઈ, મુંબઈની સ્પેશિયલ ક્રાઈમ બ્રાન્ચ તથા સ્પેશિયલ સિવિલ જજ (સીબીઆઈ), સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ, ગ્રેટર બોમ્બેએ વિરોધ કર્યો હતો.

LEAVE A REPLY

fifteen + six =