ગુજરાત પોલીસે 2002ના રમખાણોના કેસમાં ખોટા પુરાવા ઊભા કરીને નિર્દોષ લોકોને ફસાવવા બદલ સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડની 25 જૂને મુંબઈમાંથી અટકાયતમાં લીધી હતી. તિસ્તાને ગુજરાતમાં લાવવામાં આવી હતી. (ANI PHOTO) (ફાઇલ ફોટો)

ગુજરાતના 2002ના રમખાણોના કેસોમાં નિર્દોષ લોકોને ફસાવવા માટે કાયદાકીય પ્રક્રિયાનો દુરુપયોગ કરવા બદલ ગુજરાત પોલીસે ધરપકડ કરેલા સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડ અને ભૂતપૂર્વ આઇપીએસ ઓફિસર શ્રીકુમારને અમદાવાદની મેટ્રો કોર્ટે 2 જુલાઇ સુધી પોલીસ રિમાન્ડ હેઠળ રાખવાનો આદેશ આપ્યો હતો. બીજી તરફ ગુજરાત પોલીસે તિસ્તા, શ્રીકુમાર અને ભૂતપૂર્વ આઇપીએસ અધિકારી સંજીવ ભટ્ટ સામેના આરોપોને તપાસ કરવા માટે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી છે. ગુજરાત પોલીસે આરોપીઓના 14 દિવસના રિમાન્ડની માગણી કરી હતી.

ગુજરાત પોલીસે એક્ટિવિસ્ટ તિસ્તા સેતલવાડની રવિવારે ધરપકડ કરી હતી. તેની વિરુદ્ધ નિર્દોષ લોકોને ફસાવવા માટે બનાવટી દસ્તાવેજ, ગુનાહિત કાવતરું અને અપમાનજનક ફોજદારી કાર્યવાહીના આરોપસર નોંધાયેલા કેસના સંબંધમાં ગુજરાત એટીએસની ટીમ તેને મુંબઈથી અમદાવાદ લઈ આવી હતી. પોલીસે કહ્યું કે એક્ટિવિસ્ટ તપાસમાં સહકાર ન આપતી હોવાથી 14 દિવસની કસ્ટડી માંગવામાં આવી હતી.

ડીસીપી (ક્રાઈમ) ચૈતન્ય માંડલીકે જણાવ્યું હતું કે ક્રાઈમ બ્રાન્ચે ગુજરાતના ભૂતપૂર્વ ડીજીપી શ્રીકુમારની પણ ધરપકડ કરી હતી અને તેમની સામે નોંધાયેલી એફઆઈઆરના સંદર્ભમાં ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટની કસ્ટડી માટે ટ્રાન્સફર વોરંટ મેળવવાની પ્રક્રિયા ચાલુ છે. અમે તપાસ પંચ, SIT (સુપ્રીમ કોર્ટ દ્વારા 2002ના રમખાણોના કેસોની તપાસ કરવા માટે રચાયેલ)અને વિવિધ અદાલતો સમક્ષ આરોપી વ્યક્તિઓ દ્વારા સબમિટ કરવામાં આવેલા દસ્તાવેજો મેળવી રહ્યા છીએ… એફિડેવિટ અને અન્ય દસ્તાવેજો FIR માટે મુખ્ય આધાર છેઅને અમે અન્ય દસ્તાવેજો પણ એકત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.તપાસકર્તાઓ માને છે કે ગુનાહિત કાવતરામાં વધુ લોકો સામેલ હોઈ શકે છે અને આ એંગલથી તપાસ હાથ ધરવામાં આવે છે, માંડલિકે જણાવ્યું હતું કેબે આરોપીઓ સેતલવાડ અને શ્રીકુમાર બંનેમાંથી એક પણ તપાસમાં સહકાર આપતા નથી.

2002 રમખાણોના કેસોમાં તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્યોને SIT દ્વારા આપવામાં આવેલી ક્લીનચીટને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા પછી સેતલવાડશ્રીકુમાર અને ભટ્ટ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી. એફઆઈઆર સુપ્રીમ કોર્ટ દ્વારા તેના ચુકાદામાં કરવામાં આવેલા અવલોકન પર આધારિત છેજેમાં કહેવામાં આવ્યું હતું કે, ‘વાસ્તવમાંપ્રક્રિયાના આવા દુરુપયોગમાં સામેલ તમામ લોકો સામે કાયદા મુજબ કાર્યવાહી કરવાની જરૂર છે‘, મંડલિકે જણાવ્યું હતું.

સેતલવાડે દાવો કર્યો હતો કે તેની ધરપકડ ગેરકાયદેસર હતી અને તેણીના જીવન માટે જોખમ હોવાનું માનવામાં આવે છે. ગુજરાત પોલીસ દ્વારા તેને ઉશ્કેરવામાં આવી હતી. જોકે માંડલીકે કહ્યું કેયોગ્ય પ્રક્રિયા અનુસરવામાં આવી હતી અને સેતલવાડ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ફરિયાદ કરવા માટે સ્વતંત્ર છે.