planes collided on the runway at Heathrow Airport

હિથ્રો એરપોર્ટે 2020માં 1.5 બિલીયનનું નુકસાન થયા પછી “આર્થિક રીતે વ્યવસાયને સુરક્ષિત કરવા” પોતાના પ્રિયજનોને મૂકવા આવનારા લોકો પાસેથી £5 નો ચાર્જ લેવાનું નક્કી કર્યું છે. હીથ્રો તેને ‘ગ્રીન ઇનીશીએટીવ’નો એક ભાગ ગણાવી રહ્યું છે.

એરપોર્ટના વડાનો દાવો છે કે નવો ચાર્જ મુસાફરોને જાહેર પરિવહનનો ઉપયોગ કરવા માટે પ્રેરશે અને સસ્ટેઇનીબીલીટી ગોલ્સ સુધી પહોંચવામાં મદદ કરશે. માન્ચેસ્ટર, સ્ટેન્સ્ટેડ અને બર્મિંગહામ એરપોર્ટ્સ પહેલાથી જ ડ્રોપ-ઑફ ડ્રાઇવરો પાસેથી ચાર્જ લે છે. ગેટવિક એરપોર્ટે ભવિષ્યમાં આ માટેના ટેરિફ રજૂ કરવાની યોજના જાહેર કરી છે.

એરપોર્ટની બાજુમાં હોટલો ચલાવનારા બિલીયોનેર બિઝનેસમેન સુરિંદર અરોરાએ જણાવ્યું હતું કે, “આ દરેક માટે અઘરું હતું. હિથ્રોના નિર્ણયથી મને કંઇ જ આશ્ચર્ય થયું નથી. ગ્રાહકો માટે પહેલેથી જ મોંઘુ એરપોર્ટ હોવાથી £5નો ચાર્જ માત્ર આઘાતજનક છે.”

સુરિંદર અરોરાએ મલ્ટી સ્ટોરી કાર પાર્ક અને ત્રીજા રનવેના બાંધકામને લઈને ઘણાં વર્ષોથી હિથ્રો એરપોર્ટના બોસ સાથે બોલાચાલીના ઠંડા સંબંધો છે.

પર્યાવરણીય ઝુંબેશકારોએ આ નિર્ણયનું સ્વાગત કર્યું હતું. સ્ટોપ હિથ્રો એક્સ્પાન્શનના પ્રતિનિધિ ગેરાલ્ડિન નિકોલ્સને કહ્યું હતું કે “આશા છે કે તે એરપોર્ટ પર અને તેની આસપાસ કારના ઓછા ઉપયોગને પ્રોત્સાહન આપશે.’’

એરપોર્ટના ડિરેક્ટર ટોની કાકાવોને જણાવ્યું હતું કે “કોવિડ-19 રોગચાળાની ગંભીર અસર ખાસ કરીને ઉડ્ડયન ઉદ્યોગ પર થઈ છે જેનાથી હિથ્રોના પેસેન્જરની સંખ્યા 80 ટકાથી નીચે ગઇ છે અને બિઝનેસીસમાં એક દિવસનો £5 મિલિયનનો ઘટાડો થાય છે. આ ફેરફારોથી અમને નાણાંકીય સંરક્ષણ અને ટૂંકા ગાળામાં નોકરીઓ બચાવવામાં મદદ મળશે.’’