પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

લંડનના હિથ્રો એરપોર્ટે દૈનિક એક લાખ પેસેન્જરની મર્યાદા મૂકવાનો નિર્ણય કર્યો હોવાથી વર્જિન એટલાન્ટિકે ગુરુવારે તેની દિલ્હી-લંડન ફ્લાઇટ રદ કરી હતી અને બીજા એરલાઇન્સ પણ તેમના સમર શિડ્યુલ્ડમાંથી ઇન્ડિયા-લંડન ફ્લાઇટને રદ કરે તેવી શક્યતા છે.

હીથ્રો એરપોર્ટે સ્ટાફની અછતને કારણે દૈનિક એક લાખ પેસેન્જરની મર્યાદા નક્કી કરી છે, જે 12 જુલાઈથી 11 સપ્ટેમ્બર સુધી અમલી રહેશે. ભારત અને હીથ્રો એરપોર્ટ વચ્ચે એક સપ્તાહમાં 102 ડાયરેક્ટ ફ્લાઇટ છે, જેમાં બ્રિટિશ એરવેઝની 41, વર્જિન એટલાન્ટિકની 21, એર ઇન્ડિયાની 33 અને વિસ્તારાની સાત ફ્લાઇટનો સમાવેશ થાય છે. લંડન ખાતેના હીથ્રો એરપોર્ટનો વિશ્વના સૌથી વ્યસ્ત એરપોર્ટમાં સમાવેશ થાય છે.

વર્જિન એટલાન્ટિસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તમામ એરલાઇન્સ માટે હીથ્રો એરપોર્ટે અમલ કરેલા ફરજિયાત ફ્લાઇટ કેપેસિટી નિયંત્રણોને કારણે ગુરુવાર, 14 જુલાઈએ અમારી ફ્લાઇટ નંબર્સ VS45 અને VS4 તરીકે ઓપરેટ થતી લંડન હીથ્રો-ન્યૂ યોર્ક (ડેએફકે) રિટર્ન સર્વિસિસ તથા અમારી દિલ્હીની મોર્નિંગ ડિપાર્ચર ફ્લાઇટ VS302 રદ કરવી પડી છે. કંપનીએ જણાવ્યું હતું કે તે અસરગ્રસ્ત ગ્રાહકોનો સંપર્ક કરી હી છે અને શક્ય હોય ત્યાં સુધી સમાન દિવસે જ વૈકલ્પિક ફ્લાઇટ માટે રિબુકિંગ કરશે.

બ્રિટિશ એરવેઝે જણાવ્યું હતું કે ઇન્ડિયા-લંડન (હીથ્રો) ફ્લાઇટ્સ હાલના સમયે રાબેતા મુજબ ઓપરેટ થશે. એવિયેશન ઇન્ડસ્ટ્રીના સૂત્રોના જણાવ્યા અનુસાર એર ઇન્ડિયા તેની ઇન્ડિયા-હીથ્રો ફ્લાઇટ કેન્સલ અથવા રિશિડ્યુલ્ડ કરી શકે છે. જોકે એર ઇન્ડિયા તરફથી કોઇ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

12 જુલાઈએ હીથ્રો એરપોર્ટના સીઇઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે છેલ્લાં કેટલાંક સપ્તાહથી ડિપાર્ટિંગ પેસેન્જર્સની સંખ્યા નિયમિત ધોરણે દૈનિક એક લાખને વટાવી ગઈ છે, તેનાથી સર્વિસિસની અસર થઈ છે. લાંબી કતારો, પેસેન્જર સહાયતામાં વિલંબ, બેગેજમાં મુશ્કેલી, છેલ્લી ઘણીના કેન્સેલેશન જેવી સમસ્યાઓ ઊભી થઈ છે. તેનાથી પેસેન્જરની દૈનિક સંખ્યા પર નિયંત્રણ મૂકવામાં આવ્યા છે.