પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ગુજરાતમાં એન્ટી ટેરરિસ્ટ ક્વોડ (એટીએસ)એ કચ્છ જિલ્લાના મુંદ્રા પોર્ટ નજીકના એક કન્ટેનરમાંથી 70 કિગ્રા હેરોઇન જપ્ત કર્યું હતું. આ હેરોઇનની બજારકિંમત રૂ.350 કરોડ હોવાનો અંદાજ છે, એમ અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું.
અધિકારીએ જણાવ્યું હતું કે સર્ચ કાર્યવાહી ચાલુ હોવાથી વધુ જપ્તીની પણ શક્યતા છે. અગાઉથી મળેલી બાતમીને આધારે એટીએસે શિપિંગ કન્ટેનરમાં સર્ચ કાર્યવાહી ચાલુ કરી હતી. આ કન્ટેનર બીજા દેશમાં આવ્યું હતું અને પોર્ટની બહાર કન્ટેનર ફ્રેઇટ સ્ટેશનમાં મૂકવામાં આવ્યું હતું.

એટીએસ અને ડિરેક્ટોરેટ ઓફ રિવન્યૂ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ) સહિતની વિવિધ રાજ્ય અને કેન્દ્રીય એજન્સીઓએ ગુજરાતના પોર્ટ પરથી તાજેતરના મહિનાઓમાં કરોડો રૂપિયાના હેરોઇનને જપ્ત કર્યું છે. ડીઆરઆઇએ ગયા વર્ષે 3,000 કિગ્રા હેરોઇન જપ્ત કર્યું હતું. આ સપ્લાય અફઘાનિસ્તાનથી આવ્યો હતો અને આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત રૂ.21,000 કરોડ હતી. મે મહિનામાં ડીઆરઆઇએ મુન્દ્રા પોર્ટ પરથી આશરે રૂ.500 કરોડનું 56 કિગ્રા કોકેઇન જપ્ત કર્યું હતું. એપ્રિલમાં ડીઆરઆઇએ કચ્છના કંડલા પોર્ટ નજીકના કન્ટેનરમાંથી રૂ.1,439 કરોડનું 205.6 કિગ્રા હેરોઇન જપ્ત કર્યું હતું.