યુકેમાં કાયદેસર કામ કરવાના અધિકારો ન હોવા છતાં, ભારતીય વિદ્યાર્થીની હિમાંશી ગોંગલીને આયા તરીકે ગેરકાયદેસર રીતે નોકરી આપવા બદલ વેસ્ટ લંડનના હાઉન્સલોના ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર અને લેબર પાર્ટીના કાઉન્સિલર હિના મીરને £40,000 નો દંડ અને કોર્ટ ખર્ચ પેટે £3,620 ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે.

22 વર્ષીય વિદ્યાર્થી હિમાંશી ગોંગલીને અઠવાડિયાના છ દિવસ 24 કલાક બે બાળકોની સંભાળ રાખવા £1,200 પ્રતિ મહિને રોકડામાં નોકરી પર રાખી હતી.

મીરે દાવો કર્યો હતો કે રિયા નામની વિદ્યાર્થીની એક “સામાજિક મુલાકાતી” હતી જે તેના ઘરે આરામ કરવા, વિડિઓ ગેમ્સ રમવા અને ઘરકામ કરવા માટે આવતી હતી.

જોકે, હોમ ઓફિસે જણાવ્યું હતું કે તે વિદ્યાર્થીની ખૂબ જ વ્યથિત હતી અને માર્ચ 2023માં તેના વિઝાની મુદત પૂરી થયા પછી ગયા વર્ષે ઓગસ્ટમાં તેણે પોલીસની ગાડીને અટકાવી શારીરિક શોષણ અને આત્મહત્યાની લાગણી અંગે રજૂઆત કરી હતી.

કોર્ટે વિરોધાભાસી દાવાઓ સાંભળ્યા હતા પરંતુ જજ સ્ટીફન હેલમેનને તેણીના પુરાવા વિશ્વસનીય લાગ્યા હતા.  ચુકાદા બાદ, સ્થાનિક કન્ઝર્વેટિવ કાઉન્સિલરોએ મીરના રાજીનામાની માંગ કરી છે.

LEAVE A REPLY