China opened its borders to foreign tourists three years later

સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA)એ સોમવારે હોટેલ્સ અને રેસ્ટોરાંને ફૂડ બિલમાં આપમેળે સર્વિસ ચાર્જ નહીં લેવાનો આદેશ આપ્યો છે. હોટેલ આ નિયમનું ઉલ્લંઘન કરે તો ગ્રાહકને ફરિયાદ નોંધાવવાની પણ પરવાનગી આપવામાં આવી છે. CCPAએ સર્વિસ ચાર્જ સંદર્ભે ગેરવાજબી વેપાર પદ્ધતિ તેમજ ગ્રાહક હકોના ઉલ્લંઘનને અટકાવવા માર્ગરેખા જારી કરી છે.

માર્ગરેખામાં CCPAના ચીફ કમિશ્નરે જણાવ્યું હતું કે, “કોઇ હોટેલ કે રેસ્ટોરન્ટ બિલમાં આપમેળે સર્વિસ ચાર્જ ઉમેરી શકે નહીં. અન્ય કોઇ નામથી પણ સર્વિસ ચાર્જ લઈ શકાય નહીં.” કોઇ હોટેલ કે રેસ્ટોરન્ટ ગ્રાહકને સર્વિસ ચાર્જ ચૂકવવાની ફરજ પાડી શકે નહીં. તેમણે ગ્રાહકને સ્પષ્ટપણે જણાવવું પડશે કે સર્વિસ ચાર્જ સ્વૈચ્છિક, વૈકલ્પિક અને ગ્રાહકની મરજી આધારિત છે. સર્વિસ ચાર્જના કલેક્શન પેટે સેવાઓ પર કોઇ નિયંત્રણ લાદી શકાય નહીં. ઉપરાંત, ફૂડ બિલમાં સર્વિસ ચાર્જ ઉમેરી અને કુલ રકમ પર જીએસટી વસૂલી સર્વિસ ચાર્જ વસૂલી ના શકાય.

કોઇ હોટેલ કે રેસ્ટોરન્ટ સર્વિસ ચાર્જ અંગે માર્ગરેખાનું ઉલ્લંઘન કરતા જણાશે તો તે હોટેલને બિલમાંથી એ રકમ દૂર કરવાનું જણાવી શકે. ગ્રાહકો નેશનલ કન્ઝ્યુ. હેલ્પલાઇન (NCH) પર ફરિયાદ નોંધાવી શકે. ૧૯૧૫ પર ફોન કરીને અથવા NCH મોબાઇલ એપ દ્વારા આ ફરિયાદ નોંધાવી શકાય. ગ્રાહકો કન્ઝ્યુ. કમિશનને પણ ફરિયાદ કરી શકે. આવી ફરિયાદના ઝડપી ઉકેલ માટે e-Daakhil પોર્ટલ દ્વારા ઇલેક્ટ્રોનિકલી ફાઇલ કરી શકાય. વધુમાં ગ્રાહક તપાસ અને CCPAની ત્યાર પછીની કાર્યવાહી માટે સંબંધિત જિલ્લાના ડિસ્ટ્રિક્ટ કલેક્ટરને ફરિયાદ સુપરત કરી શકે. માર્ગરેખા અનુસાર રેસ્ટોરન્ટ કે હોટેલ દ્વારા પીરસાતા ફૂડ કે પીણાંના ભાવમાં સર્વિસ ચાર્જ સામેલ હોય છે.