ભારતમાં અત્યારે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) તેના આખરી તબક્કામાં છે ત્યારે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ રેન્કિંગની જાહેરાત કરી છે . જેમાં ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને ફરીથી ટેસ્ટ રેન્કિંગમાં નંબર મોખરાનું સ્થાન મળ્યું છે, જ્યારે સ્પિનર-ઓલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિન બીજા સ્થાને છે. જ્યારે બેટ્સમેનોની રેન્કિંગમાં કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી પણ ટોપ-10માં છે. જાડેજા અત્યારે વિશ્વનો નંબર 1 ટેસ્ટ ઓલરાઉન્ડર છે, તેના 385 પોઈન્ટ છે. તેના પછી રવિચંદ્રન અશ્વિન છે, જેમના 341 પોઈન્ટ છે. IPLમાં રમી રહેલ જેસન હોલ્ડર 336 પોઈન્ટ ત્રીજા સ્થાને છે. ઓલરાઉન્ડર ઉપરાંત બોલરોની રેન્કિંગ મુજબ ટોપ-5માં પાંચ ભારતીય, નંબર-2 પર રવિચંદ્રન અશ્વિન અને નંબર-3 પર જસપ્રીત બુમરાહ છે.
ટોચના બેટ્સમેનોની યાદીમાં કેપ્ટન રોહિત શર્માએ સતત સ્થાન મેળવ્યું છે, જ્યારે વિરાટ કોહલી પણ ટોપ-10માં સામેલ છે. ઓસ્ટ્રેલિયાનો માર્નસ લાબુશેન નંબર 1 ટેસ્ટ બેટ્સમેન છે. જ્યારે ભારતનો રોહિત શર્મા 754 પોઈન્ટ સાથે આઠમા નંબર પર છે જ્યારે વિરાટ કોહલી 742 પોઈન્ટ સાથે દસમા નંબર પર છે. ટેસ્ટ ટીમની રેન્કિંગ મુજબ ટીમ ઈન્ડિયા બીજા ક્રમે યથાવત છે. ઓસ્ટ્રેલિયા 128 પોઈન્ટ સાથે નંબર-1 પર છે જ્યારે ટીમ ઈન્ડિયાના 119 પોઈન્ટ છે. ટીમ ઈન્ડિયા T20 રેન્કિંગમાં નંબર-1 છે, જ્યારે ODI રેન્કિંગમાં નંબર-4 છે.