(Photo by STR/AFP via Getty Images)

ભારત અને ચીનના સૈનિકો વચ્ચે 20 જાન્યુઆરીએ ઉત્તર સિક્કિમમાં આવેલા નકુલા ખાતે ફરીએક અથડામણ થઈ હતી. આ અથડામણમાં બંને દેશોના સૈનિકો ઘાયલ થયા હોવાનું માનવામાં આવે છે, જોકે તેની સત્તાવાર માહિતી જાહેર થઈ નથી. ભારતની આર્મીએ સોમવારે જણાવ્યું હતું કે 20 જાન્યુઆરીએ નુકલા ખાતે નજીવી અથડામણ થઈ હતી અને સ્થાપિત પ્રોટોકોલ મુજબ સ્થાનિક કમાન્ડર્સે આ મુદ્દાનો ઉકેલ લાવ્યા હતા.

સૂત્રોએ જણાવ્યું હતું કે ચીનની પીપલ્સ લિબરેશન આર્મીએ ભારતની સરહદમાં ઘુસવાનો પ્રયાસ કર્યો હતો અને તેનો ભારતના સૈનિકોએ જોરદાર વિરોધ કર્યો હતો. તેનાથી બંને દેશોએ વધુ સૈનિકો ખડકાવ્યા હતા અને સામ-સામી અથડામણ થઈ હતી. જો કોઇ ફાઇરિંગ થયું ન હતું અને સ્થિતિ અંકુશ હેઠળ છે. વિવિધ મીડિયાના અહેવાલ અનુસાર નકૂલામાં થયેલી અથડામણમાં ભારતના ચાર અને ચીનના વીસ સૈનિકોને ઇજા હતી.

પાંચ મેએ ભારત અને ચીન સૈનિકો વચ્ચે પૂર્વ લડાખમાં અથડામણ થયા બાદ સિક્કિમ બોર્ડર પરના સંઘર્ષના અહેવાલ આવ્યા છે. નવ મેએ બંને દેશોના સૈનિકો વચ્ચે નકુલા ખાતે અથડામણ થઈ હતી. આ પહેલા પૂર્વ લડાખમાં પેન્ગોંગ સરોવર ખાતે પણ હિંસક સંધર્ષ થયો હતો.