(istockphoto.com)

ફાઇઝરે વેક્સિન સપ્લાયની ગતિમાં ઘટાડો કરતાં કોરોના મહામારી સામે રસીકરણ અભિયાન શરુ કરી ચૂકેલા દુનિયાના મોટાભાગના દેશો માટે કોરોના વેક્સીન સપ્લાયનો મુદ્દો જટિલ બની રહ્યો છે. લગભગ મોટાભાગના દેશો પાસેથી વેક્સીનનો ઓર્ડર લઇ ચૂકેલી અમેરિકન કંપનીઓ ફાઇઝર-બાયોએનટેક હવે કોરોના વેક્સીનનો જરુરી જથ્થાનો સપ્લાય સમયસર કરવામાં અસક્ષમ સાબિત થઇ રહી છે. તેનાથી ઇટલી, પોલેન્ડ જેવા દેશોએ કાનૂની કાર્યવાહી કરવાની પણ જાહેરાત કરી છે.

ફાઇઝરની વેક્સીનન માટે વિશ્વના તમામ ધનિક દેશોએ ઓર્ડર્સ આપેલા છે. પરંતુ આ ધનિક દેશોને વેક્સીન સપ્લાય સમયસર ન મળવાને લીધે વેક્સીનેશન મિશન અસ્તવ્યસ્ત થઇ રહ્યુ છે. કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત ઇટાલી દેશ એ વેક્સીન સપ્લાયને મુદ્દે ફાઇઝર સામે કાયદાકીય કાર્યવાહી કરવાનુ એલાન કરી દીધુ છે. અહીં સમયસર વેક્સીન સપ્લાય ન થવાને લીધે રસીકરણ આગળ ધકેલવુ પડ્યું હતું. યુરોપના લગભગ તમામ પ્રભાવિત દેશોમાં વેક્સીન સપ્લાય અટકી જવાને લીધે ગંભીર સ્થિતિ ઉભી થઇ ચૂકી છે. પોલેન્ડ એ પણ આ મુદ્દે કાયદાકીય કાર્યવાહી કરવાની જાહેરાત કરી હતી.

અમેરિકાની કંપનીઓએ યુરોપિયન દેશોમાં વેક્સીન સપ્લાયમાં અસ્થાયી રીતે કાપ મુક્યો હતો. ફાઇઝરે આ મુદ્દે સ્પષ્ટતા પણ કરી હતી કે તે વેક્સીન સપ્લાયની ગતિ ધીમી કરશે કારણ કે રસી ઉત્પાદન ક્ષમતા વધારવા માટે બેલ્જિયમ સ્થિત પ્લાન્ટમાં કામ ચાલી રહ્યુ છે. જેના લીધે જર્મનીના સૌથી વધુ વસતી ધરાવતા રાજ્યમાં રસીકરણ કાર્યક્રમ મોકૂફ રાખવાની ફરજ પડી હતી.