Getty Images)

કોરોના વાઈરસના સંક્રમણનો ગ્રાફ દિવસેને દિવસે વધી રહ્યો છે. દરરોજ નવા રેકોર્ડ કેસ સામે આવી રહ્યાં છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 22,771 નવા કેસ સામે આવ્યાં છે. આ જ સમયગાળામાં 442 સંક્રમિત દર્દીના મોત નીપજ્યાં છે. આ સાથે જે કોરોનાનો આંકડો 6.5 લાખની નજીક પહોંચી ગયો છે. દેશમાં કોરોના સંક્રમિતોનો આંકડો 6,48,315 પર પહોંચી ગયો છે.

અત્યાર સુધી કોરોનાના કારણે 18,655 લોકોના મોત નીપજ્યાં છે. જોકે, રાહતના સમાચાર એ છે કે અત્યાર સુધી 3,94,227 દર્દીઓ સ્વસ્થ થયા છે. આઇસીએમઆર અનુસાર દેશમાં અત્યાર સુધી 95,40,132 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી ચુક્યાં છે. દેશમાં 3 જુલાઇના જ 2,42,383 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યાં. કર્નાટકની રાજધાની બેંગાલુરુમાં કોરોના વાયરસના સંક્રમમણના વધતા કેસને જોતા હવે કોરામાંગલા ઇન્ડોર સ્ટેડિયમમાં કોવિડ કેર સેન્ટર બનાવામાં આવ્યું છે.

દેશમાં કોરોના વાઈરસના કેસો સતત વધી રહ્યાં છે. આ વાઈરસથી સૌથી વધારે પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્ર છે. શુક્રવારના રોજ મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના 6364 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 198 લોકોના મોત થયાં છે. આ એક દિવસના નવા કેસનો સૌથી વધારે આંકડા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસોની સંખ્યા 192,990 થઈ છે. તેમાંથી 79,911 એક્ટિવ કેસ છે અને 104687 દર્દીઓ સ્વસ્થ થયાં છે.