(Photo by SAM PANTHAKY/AFP via Getty Images)

દેશમાં કોરોના સંક્રમણની સંખ્યા હવે 18,539 પહોંચી છે અને કુલ 592 લોકોના મોત થયા છે. દેશમાં સતત ત્રીજા દિવસે કોરોના વાઈરસના એક હજારથી વધુ કેસ સામે આવ્યા છે. એક દિવસ પહેલા કોરોના સંક્રમણના 1580 અને 18 એપ્રિલે 1371 નવા દર્દી મળ્યા હતા.સોમવારે સૌથી વધારે 466 નવા કેસ મુંબઈમાં મળ્યા હતા.

અહીંયા સંક્રમિતોની સંથ્યા 4666 થઈ ગઈ છે. જ્યારે મૃતકોનો આંકડો 232 છે, જે દેશમાં સૌથી વધારે છે. આ સાથે જ મહારાષ્ટ્ર સરકાર 75 હજાર રેપિડ ટેસ્ટ કરશે. સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ સોમવારે આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે,શરતોના આધિન કેન્દ્રએ અમને ટેસ્ટની મંજૂરી આપી છે.

સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યું કે, અમે મુબંઈના ધારાવી જેવા વિસ્તારમાં હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવાનો ઉપયોગ કરીશું. જો કે , જે લોકોને પહેલાથી હાર્ટની બિમારી છે અને તેમની ઉંમર 65 વર્ષ કરતા વધારે છે તો તેવા લોકોને આ દવા આપવામાં નહીં આવે. તો બીજી બાજુ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 18539 થઈ ગઈ છે. સોમવારે 1235 નવા કેસ સામે આવ્યા હતા.

જેમાં ગુજરાતમાં 196, ઉત્તરપ્રદેશમાં 84, આંધ્રપ્રદેશમાં 75, રાજસ્થાનમાં 98, પશ્વિમ બંગાળમાં 29 અને હરિયાણામાં 1 રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ આંકડા covid19india.org અને રાજ્ય સરકારો પાસેથી મળેલી માહિતી પ્રમાણે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં કોરોના સંક્રમણના કુલ 17,656 કેસ આવ્યા છે. જેમાં 14,255ની સારવાર ચાલી રહી છે. 2841 સ્વસ્થ થયા છે, સાથે જ 559 લોકોના મોત થયા છે.