ભારતમાં આ વર્ષના અંતમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે દેશના મુખ્ય ચૂંટણી કમિશ્નર તરીકે રાજીવકુમારની નિમણૂક કરવામાં આવી છે. ભારત સરકારના કાયદો અને ન્યાયતંત્ર મંત્રાલયે ગુરુવારે જાહેર કરેલા નિવેદનમાં આ નિમણૂક અંગે જણાવ્યું છે. અત્યારે સુશીલ ચંદ્રા દેશના મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યાં છે અને તેઓ 15 મે ના રોજ આ કાર્યભાર રાજીવકુમારને સોંપશે.