Joint Maritime Force Exercise in Seychelles

સેશેલ્સમાં પોર્ટ વિક્ટોરિયા ખાતે વાર્ષિક તાલીમ કવાયત, ‘ઓપરેશન સધર્ન રેડીનેસ ઓફ કમ્બાઈન્ડ મેરીટાઇમ ફોર્સિસ’ (CMF)માં ભારત સહિત વિવિધ દેશો ભાગ લઇ રહ્યા છે. આ કવાયતમાં ભારતીય નૌકાદળ પ્રથમ વખત INS સુનયના જહાજ સાથે ભાગ લઇ રહ્યું છે. જે હિંદ મહાસાગર ક્ષેત્રમાં દરિયાઈ સુરક્ષા માટે ભારતીય નૌકાદળની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે, સાથે CMF કવાયતમાં ભારતીય નૌકાદળના જહાજની પ્રથમ સહભાગિતાને પણ દર્શાવે છે. આ જહાજ CMF દ્વારા આયોજિત ક્ષમતા નિર્માણ કવાયતમાં સહયોગી સહભાગી તરીકે ભાગ લઇ રહ્યું છે.

સંયુક્ત તાલીમ કવાયતમાં યુએસએ, ઇટાલી, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને ન્યુઝીલેન્ડના પ્રતિનિધિમંડળ અને યુકે, સ્પેન અને ભારતના જહાજોએ ભાગ લીધો છે. જહાજના પોર્ટ કોલ્સ દરમિયાન, સહભાગી દેશો સાથે વ્યાવસાયિક સ્તરની ક્રિયાપ્રતિક્રિયાઓનું આયોજન કરવામાં આવ્યું છે.

LEAVE A REPLY

seventeen − twelve =