ભારતના 15 રાજ્યોમાં રાજ્યસભાની 57 બેઠકો માટેની દ્વિવાર્ષિક ચૂંટણી સંપન્ન થઈ ગઈ છે. આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ, મધ્ય પ્રદેશ, ઓડિશા, તમિલનાડુ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને પંજાબમાં વિવિધ પક્ષના 41 ઉમેદવારો નિર્વિરોધ ચૂંટાઈ આવ્યા હતા. જ્યારે હરિયાણા, રાજસ્થાન, કર્ણાટક અને મહારાષ્ટ્રની 16 રાજ્યસભા બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપને 9, કોંગ્રેસને 5 તથા શિવસેના-NCPને 1-1 બેઠકો પર વિજય મળ્યો છે.
આ 4 રાજ્યોમાં રાજ્યસભાની 16 ખાલી પડેલી બેઠકો માટે ચૂંટણી યોજવી અનિવાર્ય બની ગઈ હતી. હરિયાણા અને રાજસ્થાનમાં અપક્ષ ઉમેદવારો તરીકે 2 મીડિયા દિગ્ગજોએ અચાનક જ એન્ટ્રી મારી હતી. ઉપરાંત કર્ણાટકમાં સંખ્યા ન હોવા છતાં પણ સત્તારૂઢ ભાજપ, કોંગ્રેસ અને JD (S) દ્વારા ચોથી બેઠક માટે પોતાનું નસીબ અજમાવવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનાએ એક વધારાનો ઉમેદવાર ઊભો કરવાનો નિર્ણય લીધો હતો. આ બધા વચ્ચે હોર્સ ટ્રેડિંગના આરોપો, ધારાસભ્યોને રિસોર્ટમાં ખસેડવા, અવિરત બેઠકોનો દોર, મોડી રાત સુધી મતની ગણતરી વગેરે પરિબળોને કારણે ચાર રાજ્યોની રાજ્યસભાની ચૂંટણી પ્રક્રિયામાં રસપ્રદ વળાંક આવ્યો હતો.
રાજસ્થાનમાં સત્તારૂઢ કોંગ્રેસ ત્રણ સીટો પર જીત મેળવવામાં સફળ રહી છે. ભાજપના ખાતામાં એક સીટ આવી છે. કોંગ્રેસના મુકુલ વાસનિક, રણદીપ સુરજેવાલા અને પ્રમોદ તિવારીએ જીત મેળવી છે. રાજસ્થાનમાં મીડિયા દિગ્ગજ સુભાષ ચંદ્રા અપક્ષના ઉમેદવાર તરીકે મેદાનમાં હતા. તેમને ભાજપને ટેકો હતો પરંતુ 30 મત સાથે તેમની હાર થઇ હતી. ભાજપના એક ધારાસભ્ય શોભારાની કુશવાહાએ ક્રોસ વોટીંગ કરતા પક્ષે તેમને સસ્પેન્ડ કર્યા છે. ભાજપના સત્તાવાર ઉમેદવાર ઘનશ્યામ તિવારીને પણ બે વધારાના મત મળ્યા હતા. ઘનશ્યામ તિવારીએ પણ જીત હાંસલ કરી હતી.
કર્ણાટકમાં સત્તારૂઢ ભાજપે ત્રણ સીટો મેળવી હતી, કોંગ્રેસના ફાળે એક જ સીટ ગઇ હતી. જેડી-એસનું ખાતું પણ ખુલી શક્યું નથી. ભાજપના ઉમેદવાર નિર્મલા સીતારામન, જગેશ અને સિટી રવિએ જીત હાંસલ કરી છે, ત્યાં જ કોંગ્રેસના ખાતામાં આવેલી એકમાત્ર સીટ પર જયરામ રમેશને મળી ગઇ છે.
કર્ણાટકમાં સત્તારૂઢ ભાજપે ત્રણ સીટો મેળવી હતી, કોંગ્રેસના ફાળે એક જ સીટ ગઇ હતી. જેડી-એસનું ખાતું પણ ખુલી શક્યું નથી. ભાજપના ઉમેદવાર નિર્મલા સીતારામન, જગેશ અને સિટી રવિએ જીત હાંસલ કરી છે, ત્યાં જ કોંગ્રેસના ખાતામાં આવેલી એકમાત્ર સીટ પર જયરામ રમેશને મળી ગઇ છે. હરિયાણા રાજ્યસભાની બેઠક માટેની ચૂંટણીમાં મતદાનના નિયમોના ઉલ્લંઘનના આક્ષેપો વચ્ચે મતગણતરીમાં સાત કલાકથી વધુનો વિલંબ થયો હતો. જો કે ત્યારબાદ જે પરિણામ જાહેર થયા તે કોંગ્રેસ માટે આંચકારૂપ હતા. હરિયાણાની રાજ્યસભાની બે બેઠક પરથી ભાજપના કૃષ્ણ લાલ પનવર તથા ભાજપનું પીઠબળ ધરાવતા અપક્ષ ઉમેદવારનો વિજય થયો હતો જ્યારે કોંગ્રેસના ઉમેદવાર અજય માકનનો પરાજય થયો હતો.
બેલેટ પેપર બતાવવા અને ચૂંટણીના ગરબડના આક્ષેપો-પ્રતિઆક્ષેપો વચ્ચે મહારાષ્ટ્ર અને હરિયાણામાં મોડીરાત્રિ સુધી મતદાન અટકી ગયું હતું. રાજસ્થાનના તમામ ૨૦૦ ધારાસભ્યોએ શુક્રવારે રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન કર્યું હતું.