ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સને મંગળવાર, ચાર મે 2021ના રોજ વર્ચ્યુઅલ બેઠક યોજી હતી. (PTI Photo) **EDS: IMAGE POSTED BY @MEAIndia** New Delhi:

યુકેના વડા પ્રધાન બોરીસ જોન્સન અને ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે મંગળવારે વર્ચ્યુઅલ સમિટ પૂર્વે બ્રિટિશ સરકારે ભારત સાથે £1 બિલિયનના વેપાર અને રોકાણો માટે કરાર કર્યા હતા. આ સોદાના કારણે બ્રિટનમાં 6,500થી વધુ રોજગારી ઉભી થશે.

સોમવારે સાંજે ડાઉનિંગ સ્ટ્રીટ દ્વારા એન્હેન્સ્ડ ટ્રેડ પાર્ટનરશિપ (ઇટીપી) કરારની ઘોષણા કરાઇ હતી જેના પર બંને નેતાઓ તેમની વાટાઘાટો દરમિયાન ઔપચારિક રીતે સહી કરશે. ઇટીપી 2030 સુધીમાં યુકે-ભારત વેપારના મૂલ્યને બમણુ કરવાની મહત્વાકાંક્ષા નક્કી કરશે અને વિસ્તૃત ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (એફટીએ) તરફ કામ શરૂ કરવા માટેના ઇરાદાની ઘોષણા કરશે.

વડા પ્રધાન બોરીસ જોન્સને જણાવ્યું હતું કે “યુકે-ભારત સંબંધના દરેક પાસાઓની જેમ, આપણા દેશો વચ્ચેની આર્થિક લિંક્સ આપણા લોકોને વધુ મજબૂત અને સુરક્ષિત બનાવે છે. આજે અમે જાહેર કરેલ 6500થી વધુ નોકરીઓથી દરેક પરિવારો અને સમુદાયોને કોરોનાવાયરસથી પાછા આવવામાં અને બ્રિટિશ અને ભારતીય અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે મદદ કરશે. આજે હસ્તાક્ષર થયા બાદ નવી ભાગીદારી અને વિસ્તૃત ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (એફટીએ)ની મદદથી, અમે ભારત સાથેની વેપાર ભાગીદારીના મૂલ્યને બમણી કરીશું અને અમારા બંને દેશો વચ્ચેના સંબંધોને નવી ઉંચાઇ પર લઈ જઈશું.”

બ્રિટિશ સરકાર દ્વારા જાહેર કરાયેલા ટ્રેડ અને ઇન્વેસ્ટમેન્ટ પેકેજમાં £533 મિલિયનથી વધુ નવા ભારતીય રોકાણનો સમાવેશ થાય છે, જેમાં હેલ્થકેર અને ટેકનોલોજી જેવા ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા છે. તેમાં ભારતના સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયા દ્વારા રસીના વ્યવસાયમાં અને દેશમાં નવી ઓફિસ ખોલવ માટેના £240 મિલિયનનું રોકાણ પણ શામેલ છે, જે $1 બિલિયનથી વધુનો નવો બિઝનેસ લાવે તેવી અપેક્ષા છે. યુકેમાં નોંધપાત્ર રોકાણ કરવાની યોજનાઓ ધરાવતી 20 કંપનીઓ આરોગ્ય, બાયોટેક અને સૉફ્ટવેર સેવાના ક્ષેત્રોમાં રસ ધરાવે છે.

ડાઉનિંગ સ્ટ્રીટે જણાવ્યું હતું કે સીરમ ઇન્સ્ટિટ્યૂટનું રોકાણ ક્લિનિકલ ટ્રાયલ, રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ અને રસીના “સંભવત:” ઉત્પાદનને સમર્થન આપશે અને યુકે અને વિશ્વને કોરોનાવાયરસ રોગચાળા અને અન્ય જીવલેણ રોગોને હરાવવા માટે મદદ કરશે. બ્રિટિશ ઉદ્યોગોએ પણ ભારત સાથે £446 મિલિયન કરતા વધારે મૂલ્યનાં નિકાસનાં સોદા મેળવ્યાં છે, જેનાથી 400થી વધુ બ્રિટિશ રોજગારી ઉભી થશે. તેમાં સીએમઆર સર્જિકલ તેની આગામી પેઢીના “વર્સિયસ” સર્જિકલ રોબોટિક સિસ્ટમની નિકાસ કરશે જે સર્જનોને ભારતની હોસ્પિટલોમાં ઝીણી સર્જરી કરવામાં મદદ કરશે. આ નિકાસ સોદાની કિંમત £200 મિલિયન છે અને તેના પરિણામે યુકેમાં 100 નવી જોબ્સ સર્જાઇ છે.’’

હેલ્થ કેર ક્ષેત્રમાં, આગામી પાંચ વર્ષમાં બાયોટેક કંપની ગ્લોબલ જીન કોર્પ £59 મિલિયનનું રોકાણ કરી યુકેમાં 110 અત્યંત કુશળ નોકરીઓ બનાવશે. જે મોટે ભાગે કેમ્બ્રિજના વેલકમ જેનોમ કેમ્પસમાં આર એન્ડ ડી સેન્ટરમાં આધારિત છે. ગ્લોબલ જીન કોર્પના અધ્યક્ષ અને સીઇઓ સુમિત જામુઆરે જણાવ્યું હતું કે, રોકાણની મહત્વાકાંક્ષા, જેનોમિક્સ દ્વારા ભવિષ્યની આરોગ્યસંભાળમાં “છલાંગ” લગાવવાની છે.

ડાઉનિંગ સ્ટ્રીટે જણાવ્યું હતું કે, ‘’લગભગ 1.4 અબજ લોકોની વસ્તી સાથે ભારત, ઇયુ અને યુએસની સંયુક્ત વસ્તી કરતા વધારે છે અને યુકે દ્વારા અત્યાર સુધીના સૌથી મોટા બજારમાં વેપાર સોદાની વાટાઘાટ માટે પ્રતિબદ્ધતા આપી છે. ભારત અને યુકે વચ્ચે સંમત થયેલ ઇટીપી દ્વારા ફૂડ એન્ડ ડ્રિન્ક્સ, લાઇફ સાયન્સ, અને સેવા ક્ષેત્ર સહિતના ઉદ્યોગોમાં ભારતમાં બ્રિટિશ ઉદ્યોગો માટે તાત્કાલિક તકો ઉભી કરવાનું કહેવામાં આવેલ છે. ફળો અને તબીબી ઉપકરણો પર બિન-ટેરિફ અવરોધો ઘટાડવામાં આવશે, જેનાથી બ્રિટીશ ઉદ્યોગો તેમના વધુ ઉત્પાદનો ભારતમાં નિકાસ કરી શકશે અને યુકેની વૃદ્ધિ અને નોકરીઓને વેગ મળશે. બંને પક્ષોને માર્કેટ એક્સેસ અવરોધોને દૂર કરવા તેમજ એફટીએ તરફના માર્ગ પર વધુ તકો મેળવવાનું ચાલુ રાખવા પણ પ્રતિબદ્ધ છે.’’

‘’ભાવિ યુકે-ભારત વેપાર સોદો સેંકડો – હજારો રોજગારને ટેકો આપશે અને વ્હિસ્કી પરની 150 ટકા સુધીના અને ઓટોમોટિવ્સ સહિત અન્ય બ્રિટીશ ઉત્પાદનો પરના 125 ટકા સુધીના હાલના ટેરિફને સંભવિત રૂપે ઘટાડશે અથવા દૂર કરીને, યુકે અને ભારત બંનેની અર્થવ્યવસ્થાને વેગ આપશે. તે બ્રિટીશ સેવાઓ માટે પણ મોટો ફાયદો ઉભો કરશે ભારતની ઝડપથી વિકસતી આયાતમાંથી પાંચ આયાત આઇપી અને ટેલિકમ્યુનિકેશંસ જેવી સેવાઓ માટે છે.”
ઇ.ટી.પી. દ્વારા સૂચવવામાં આવેલા વેપાર અવરોધોમાં પ્રથમ વખત બ્રિટિશ સફરજન અને પેર્સની નિકાસ કરવા માટે યુકેમાં ફળ ઉત્પાદકોને સક્ષમ કરવા માટે પ્રતિબંધો હટાવવામાં આવ્યા છે.

શૈક્ષણિક સેવાઓમાં સહયોગ વધારવા અને યુકેની ઉચ્ચ શિક્ષણ લાયકાતોની માન્યતા આપીને યુકે અને ભારત વચ્ચે વિદ્યાર્થી પ્રવાહ, કુશળતા સ્થાનાંતરણ અને જ્ઞાનની વહેંચણીમાં વધારો કરવા પ્રોત્સાહિત કરશે. યુકેના વકીલોને ભારતમાં આંતરરાષ્ટ્રીય અને વિદેશી કાયદાની પ્રેક્ટિસ કરતા અટકાવતા અવરોધોને દૂર કરવા માટે બંને પક્ષોએ પણ સંમત થયા છે.

સત્તાવાર આંકડા મુજબ, યુકે અને ભારત વચ્ચેના વેપારની કિંમત પહેલાથી જ વર્ષે લગભગ £23 બિલિયન છે, જે અડધા મિલિયનથી વધુ નોકરીઓને ટેકો આપે છે. ગયા અઠવાડિયે જોન્સને કંપનીઓ ઈન્ફોસીસ, એચસીએલ, સોફ્ટવેર મેજર કંપનીઓના ભારતીય નેતાઓ સાથે વાત કરી હતી અને તેઓ યુકેમાં 1,000 નોકરીઓ ઉભી કરશે. આ યાદીમાં બાયોટેક ફર્મ ગ્લોબલ જીન કોર્પ, ટીવીએસ મોટર્સ અને ગોઇલા બટર ચિકનનો સમાવેશ થાય છે.
યુકેની કંપનીઓ મોર્નિંગ્સાઇડ ફાર્માસ્યુટિકલ્સ, ક્લાઉડપેડ, બીપી, અને ગોઝીરો મોબિલીટી ભાગીદારી કરનાર છે.