ભારતના વેપાર અને ઉદ્યોગ પ્રધાન પીયુષ ગોયલ યુકે સાથે મુક્ત વેપાર સમજૂતી માટેની વિધિવત મંત્રણા ચાલુ કરવા માટે ગુરુવાર (13 જાન્યુઆરી)એ યુકેના ઈન્ટરનેશનલ ટ્રેડ વિભાગના સેક્રેટરી ઓફ સ્ટેટ એન-મેરી ટ્રેવેલીન સાથે બેઠક યોજી હતી.

બંને દેશો પરસ્પરના હિત અને લાભની વેપાર તકો અંગે વિચારવિમર્શ કરશે. પીયુષ ગોયલે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ભારત-યુકે વચ્ચે મુક્ત વેપાર સમજૂતીની મંત્રણા ચાલુ કરવા માટે યુકેના ઈન્ટરનેશનલ ટ્રેડ વિભાગના સેક્રેટરી ઓફ સ્ટેટ એન-મેરી ટ્રેવેલીન સાથે બેઠક યોજી હતી.

આ સમજૂતીનો હેતુ નિયમોને ઉદાર બનાવીને અને કસ્ટમ ડ્યૂટીમાં ઘટાડો કરીને બંને દેશો વચ્ચે ગૂડ્સ અને સર્વિસના વેપારીને વેગ આપવાનો અને રોકાણને પ્રોત્સાહન આપવાનો છે. ભારતે 2020-21માં યુકેમાં 8.15 બિલિયન ડોલરની નિકાસ કરી હતી, જ્યારે 4.95 બિલિયન ડોલરની આયાત કરી હતી.

યુકેમાં ભારતની મુખ્ય નિકાસમાં તૈયાર વસ્ત્રો, ટેક્સટાઇલ, હિરા ઝવેરાત, એન્જિનિયરિંગ ગૂડ્સ, પેટ્રોલિયમ પેદાશો, ટ્રાન્સપોર્ટ ઇક્વિપમેન્ટ, મરી મસાલા, ફાર્મા અને મરિન પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે. આની સામે ભારત બ્રિટનમાંથી પ્રિસિયસ અને સેમી પ્રિસિયલ સ્ટોન, ઓર અને મેટલ સ્ક્રેપ, એન્જિનિયરિંગ ગૂડ્સ, કેમિકલ્સ અને મશીનરીની આયાત કરે છે. સર્વિસ ક્ષેત્રમાં ભારતની આઇટી કંપનીઓ માટે યુરોપમાં યુકે સૌથી મોટું માર્કેટ છે.