ઇન્ડિયન અમેરિકન રાજકીય કાર્યકર્તા શેફાલી રાઝદાન દુગ્ગલને નેધરલેન્ડ્ના નવા યુએસ એમ્બેસેડર પદ પર નિમણૂક કરવામાં આવી છે. વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસે શુક્રવારે શેફાલીને હોદ્દો અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.
આ અંગે કમલા હેરિસે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, ‘મને નેધરલેન્ડ્સમાં અમારા નવા એમ્બેસેડર શેફાલી રાઝદાન દુગ્ગલને શપથ લેવડાવવાનો વિશેષાધિકાર મળ્યો છે. અમે તમને આ નવી ભૂમિકામાં શુભેચ્છા પાઠવીએ છીએ અને નેતૃત્વ માટે આભાર તમારો આભાર.
યુએસ સેનેટે નેધરલેન્ડમાં તેના નવા એમ્બેસેડર પદ માટે 50 વર્ષીય દુગ્ગલનાં નામને ધ્વની મતથી મંજૂરી આપી છે. દુગ્ગલ ઉપરાંત બે સીનિયર એડમિનિસ્ટ્રેટિવ પદ પર નવી નિમણૂકને સેનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.વ્હાઇટ હાઉસે 11 માર્ચના રોજ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, શેફાલી રાઝદાન દુગ્ગલનું નેધરલેન્ડમાં એમ્બેસેડર તરીકે નામાંકન કરવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, શેફાલી મૂળ કાશ્મીરનાં રહેવાસી છે. તેઓ બે વર્ષની ઉંમરે પરિવાર સાથે પેન્સિલવેનિયાના પિટ્સબર્ગમાં રહેતા હતા. પછી, જ્યારે શેફાલી 5 વર્ષનાં હતા ત્યારે તેઓ પરિવાર સાથે ઓહાયોના સિનસિનાટીમાં સ્થાયી થયા હતા, જ્યાં શેફાલીનો ઉછેર થયો હતો. શેફાલીએ મિયામી યુનિવર્સિટીમાંથી સ્નાતક અને ન્યૂયોર્ક યુનિવર્સિટીમાંથી માસ્ટર્સની ડિગ્રી મેળવી છે.

LEAVE A REPLY

twenty + thirteen =