Jalebi Baba, accused of raping 120 women in Haryana
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ઓસ્ટ્રેલિયાના સીડની શહેરમાં ભારતીય ઓસ્ટ્રેલિયન યુવાન, એબીસીના ભૂતપૂર્વ કોન્ટ્રાક્ટર ઉપર પાંચ કોરીયન યુવતીઓને ડ્રગ્સ આપી દુષ્કર્મ આચર્યાનો આરોપ મુકાયો છે. તેણે નોકરીની ખોટી જાહેરાત આપીને યુવતીઓને લલચાવી હતી અને પછી ડ્રગ્સ આપીને તેમના પર દુષ્કર્મ આચર્યું હતું અને તેણે આ બધું ઘડિયાળમાં છૂપાયેલા કેમેરામાં રેકોર્ડ પણ કર્યું હતું.

ડેઇલી મેઇલના રીપોર્ટ મુજબ બાલેશ ધનખડના નામના આ 39 વર્ષીય શખ્સ વિરુદ્ધ 2018માં જાન્યુઆરીથી ઓક્ટોબર દરમિયાન કથિત દુષ્કર્મ આચર્યાના 13 ગુના સહિત 39 આરોપોના કેસ ચાલી રહ્યા છે. કોર્ટમાં જ્યૂરી સમક્ષ જણાવવામાં આવ્યું હતું કે, તેણે આ મહિલાઓને ફસાવવા માટે ‘ચોક્કસ પ્રકારની મોડસ ઓપરેન્ડી’ અપનાવી હતી, તેણે તમામ દુષ્કર્મ માટે એક જ હોટેલ, કાફે અને કોરીયન રેસ્ટોરાંનો ઉપયોગ કર્યો હતો. પછી એ યુવતીઓ બેભાન થઇ જતી ત્યારે તે સીડની CBDમાં વર્લ્ડ સ્ક્વેર કોમ્પ્લેક્સમાં તેના સ્ટુડિયો એપાર્ટમેન્ટમાં કથિત રીતે તેમની સાથે અનેકવાર દુષ્કર્મ કરતો હતો. બાલેશ પાસે એક ઘડિયાળ હતી જેમાં છૂપો કેમેરા હતો, જેના દ્વારા તે પોતાના મોબાઇલને કેમેરા સાથે જોડીને રાખતો હતો અને તેનો ઉપયોગ આ મહિલાઓ સાથેના શારીરિક સંબંધોના રેકોર્ડિંગ માટે કરતો હતો. પોલીસે તેની પાસેથી કેટલાક ફૂટેજ જપ્ત કર્યા છે. જેમાં એવું જણાતું હતું કે, આ સંબંધ મહિલાઓની સંમતીથી થતા હતા, પરંતુ આ પીડિતાઓને આવા વીડિયો રેકોર્ડિંગ અંગે માહિતી નહોતી.

બાલેશે ખાસ કોરીયન યુવતીઓને વધારે ટાર્ગેટ કરી હતી. તેના પર દુષ્કર્મનો આરોપ મુકનારી 13 પીડિતાઓમાંથી પાંચ કોરીયન હતી. બાલેશે તેમને ફસાવવા માટે નોકરીની ખોટી જાહેરાત આપી હતી. તે એવી યુવતીઓને નોકરી આપવાનો દાવો કરતો હતો જે કોરીયન ભાષામાંથી અંગ્રેજીમાં અનુવાદ કરી શકે.

પોલીસે બાલેશના કમ્પ્યુટરમાંથી કોરીયન મહિલાઓ સાથેના શારીરિક સંબંધોના 47 રેકોર્ડિંગ જપ્ત કર્યા છે. અખબારી રીપોર્ટમાં જણાવ્યા મુજબ, બાલેશ, ઓસ્ટ્રેલિયામાં ભારતીય સમુદાયનો પ્રતિષ્ઠિત સભ્ય છે અને તે ત્યાં ભારતીય જનતા પાર્ટીના સમર્થક ગ્રુપ-ઓફબીજેપીનો સ્થાપક પ્રેસિડેન્ટ પણ છે. પ્રોસિક્યુટર કેટ નાઈટીંગેલે જ્યુરીને જણાવ્યું હતું કે, બાલેશે તમામ પાંચેય કથિત દુષ્કર્મ લગભગ એક જ સરખી રીતે કર્યા હતા.

કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે, તેણે 25 જાન્યુઆરી, 2018ના રોજ તેની પ્રથમ જાણીતી પીડિતાને કથિત રીતે ડ્રગ આપ્યું હતું. નાઇટીંગેલે જ્યુરીને કહ્યું કે, તેણે આ યુવતીઓને ‘વિવિધ બહાનાઓ અથવા યુક્તિઓ અપનાવી’ પોતાના ફ્લેટમાં આવવા માટે મનાવી લીધી હતી.

જો કે, બાલેશ ધનખડે કોર્ટમાં પોતે દોષિત ન હોવાનું જણાવ્યું હતું અને એવો દાવો કર્યો હતો કે પાંચેય મહિલાઓએ સેક્સ માટે સંમતિ આપી હતી અને તેની ફિલ્મ ઉતારવામાં આવી હતી. બાલેશ દુષ્કર્મના 13 આરોપોનો સામનો કરી રહ્યો છે, જેમાંથી છ આરોપ દુષ્કર્મ કરવા માટે પોતાને સક્ષમ બનાવવાના ઇરાદા સાથે કેફી પદાર્થનું સેવન કરવાના છે, જ્યારે 17 આરોપ મંજૂરી વિના વીડિયો બનાવવાના અને ત્રણ આરોપ અશ્લિલ હુમલા કરવાના છે. આ કેસની ટ્રાયલ એનએસડબલ્યુ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચાલી રહી છે.

LEAVE A REPLY

twenty + nine =