Getty Images)

દેશમાં અર્થતંત્ર વિષયક મંદી આગળ વધતાં વિવિધ આઠ કોર (ચાવીરૂપ) ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ડસ્ટ્રીઝમાં ઉત્પાદન (આઉટપુટ)માં નવેમ્બરમાં સતત ચોથા મહિને ઘટાડો આગળ વધ્યો છે. આ ઘટાડો નવેમ્બરમાં 1.50 ટકાનો નોંધાયો છે. ઓગસ્ટ 2019થી આ ઘટાડાનો દોર શરૂ થયો હતો જે નવેમ્બરમાં પણ આગળ વધ્યો છે. આ દરમિયાન કોલસો, ક્રૂડ ઓઇલ, નેચરલ ગેસ સ્ટીલ તથા ઇલેક્ટ્રીસીટી ક્ષેત્રે ઉત્પાદન 2.50 ટકાથી કરીને 6.40 ટકા જેટલું ઘટયું છે.
2018માં પાછલા વર્ષે નવેમ્બરમાં આ આઠ મહત્વના ક્ષેત્રોમાં 3.30 ટકાની વૃદ્ધી નોંધાઇ હતી ત્યારે 2019માં ચિત્ર ઉલ્ટાઇ ગયેલું જોવા મળ્યું છે. સિમેન્ટ ક્ષેત્રે ઉત્પાદન વૃદ્ધી 2018ના નવેમ્બરમાં 8.80 ટકા હતી તે 2019ના નવેમ્બરમાં ઘટી 4.10 ટકા નોંધાઇ છે. દરમિયાન રિફાઇનરી ઉત્પાદનો તથા ખાતરો (ફર્ટીલાઇઝર્સ) ક્ષેત્રે ઉત્પાદન વૃદ્ધી 2018 કરતા 3.10 ટકા તથા 13.60 ટકા નોંધાઇ છે.
2019ના એપ્રિલથી નવેમ્બરમાં વિવિધ આઠ મહત્વના ક્ષેત્રોમાં ગ્રોથ દર શૂન્યવત રહ્યો છે. જે 2018ના આ ગાળામાં 5.10 ટકા નોંધાયો હતો. ક્રૂડ ઓઇલના ઉત્પાદનમાં વૃદ્ધી નવેમ્બર 2018થી નકારાત્મક રહી છે જ્યારે નેચરલ ગેસની ઉત્પાદન વૃદ્ધી એપ્રિલ 2019થી નકારાત્મક રહી છે. કોલ્સાનું ઉત્પાદન જુલાઇ 2019થી ઘટતું રહ્યું છે.
દેશના ચાવીરૂપ ઉદ્યોગોના આંકડા નિરૂત્સાહી આવ્યા છે ત્યારે ફિસ્કલ ડેફીસીટ (રાજકોષીય ખાધ)ના આંકડા પણ નબળા આવ્યા છે. આવી ફિસ્કલ ડેફીસીટ નવેમ્બર અંત સુધીના ગાળામાં વધીને 2019-20ના બજેટ અંદાજ સામે 114.80 ટકા થઇ ગઇ છે તથા આવી ખાધ વધી રૂા. 8.07 લાખ કરોડ થઇ ગઇ છે.
સીજીએ (કન્ટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ)ના જણાવ્યા મુજબ સરકારના ખર્ચ તથા આવક વચ્ચેનો આવો તફાવત (ખાધ) નવેમ્બર સુધીમાં વધી રૂા. 807834 કરોડ થઇ ગઇ છે. જો કે આ પૂર્વે બજેટમાં 2019-20ના નાણાં વર્ષમાં આવી ખાધ રૂા. 7.03 લાખ કરોડ રાખવાનો નિર્ધાર સરકારે બતાવ્યો હતો તથા જીડીપી સામે આવી ખાધ 3.30 ટકા સુધી સિમિત રાખવા સરકારે અંદાજ બતાવ્યો હતો જે અંદાજ બતાવ્યો હતો જે અંદાજ બતાવ્યો હતો જે અંદાજે નજરઅંદાજ થતો હવે જોવા મળ્યો છે. સરકારે તાજેતરમાં કોર્પોરેટ ટેક્સ ઘટાડયો છે. ઉપરાંત મહેસુલી આવક પણ ઘટી છે.