(istockphoto)

કોરોના મહામારીને કારણે ભારતમાં ફસાયેલા વિદેશી નાગરિકો માટેના વિઝાને કોઇ પણ ચાર્જ લીધા વગર ભારત સરકારે 31 ઓગસ્ટ સુધી લંબાવ્યા છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું કે માર્ચ 2020 પછીથી કોરોના મહામારીને કારણે રાબેતા મુજબની કોમર્શિયલ ફ્લાઇટ ઉપલબ્ધ ન હોવાથી આ તારીખ પહેલા વેલિડ ઇન્ડિયન વિઝા સાથે ભારતમાં આવેલા સંખ્યાબંધ વિદેશી નાગરિકો દેશમાં ફસાઈ ગયા છે. લોકડાઉનને કારણે વિદેશી નાગરિકોને વિઝાની મુદત લંબાવવામાં મુશ્કેલી પડી રહી છે.

ગૃહ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભારતમાં ફસાયેલા વિદેશી નાગરિકો માટેના ઇન્ડિયન વિઝાને 31 ઓગસ્ટ 2021 સુધી વેલિડ ગણાવામાં ગણાવવામાં આવે છે. તેમના પર ઓવરસ્ટે પેનલ્ટી પણ લાદવામાં આવશે નહીં.

આવા વિદેશી નાગરિકોએ તેમના વિઝા લંબાવવા માટે સંબધિત FRRO અથવા FROને કોઇ અરજી કરવાની જરૂર રહેશે નહીં. આવા વિદેશી નાગરિકો દેશ છોડતા પહેલા સંબંધિત FRRO અથવા FROને એક્ઝિટ પરમિશન માટે અરજી કરી શકે છે, જેને ઓવરસ્ટેની કોઇ પેનલ્ટી વગર ગ્રેટિસ બેસિસે મંજૂર કરવામાં આવશે.