એટલાન્ટામાં ઇન્ડિયન કોન્સ્યુલેટના જણાવ્યા મુજબ, જ્યોર્જિયામાં કથિત પારિવારિક વિવાદમાં ગોળીબારની ઘટના બની હતી. આ ઘટનામાં ચાર લોકોના મોત થયા હતા અને તેમાં એક ભારતીય નાગરિકનો પણ સમાવેશ થાય છે. સ્થાનિક મીડિયાના રીપોર્ટ અનુસાર, લોરેન્સવિલે શહેરમાં 23 જાન્યુઆરીએ વહેલી સવારે ગોળીબારમાં ચાર લોકોના મોત થયા હતા, આ વેળાએ ત્રણ બાળકો ઘરમાં હતા. એટલાન્ટામાં કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરીને જણાવવામાં આવ્યું હતું કે, કથિત ગોળીબાર કરનારા શખ્સની ધરપકડ કરવામાં આવી છે અને શોકગ્રસ્ત પરિવારને તમામ શક્ય મદદ કરવામાં આવી રહી છે. ફોક્સ5 એટલાન્ટાના રીપોર્ટ મુજબ, શકમંદ વ્યક્તિની ઓળખ એટલાન્ટાના 51 વર્ષીય વિજયકુમાર તરીકે થઈ છે. ગ્વિનેટ કાઉન્ટી પોલીસના જણાવ્યા મુજબ, મૃતકોની ઓળખ વિજયકુમારની 43 વર્ષીય પત્ની મીમુ ડોગરા, 33 વર્ષીય ગૌરવકુમાર, 37 વર્ષીય નિધિ ચંદર અને 38 વર્ષીય હરીશ ચંદર તરીકે થઈ છે. રીપોર્ટ મુજબ શકમંદ પર વિવિધ પ્રકારના આરોપ મૂકવામાં આવ્યા છે.

LEAVE A REPLY