પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

મુંબઈમાં તાજેતરમાં ભારતની પ્રથમ સાઇકિયાટ્રિક સર્જરી કરાઈ હતી. 2017માં માનસિક આરોગ્યસંભાળ ધારો અમલમાં આવ્યા પછી ડિપ્રેશનથી પીડાતી ઓસ્ટ્રેલિયાની 38 વર્ષની મહિલા પર મુંબઈ અને કદાચની ભારતની પ્રથમ સફળ સાઇકિયાટ્રિક સર્જરી કરવામાં આવી હતી. આ મહિલા 26 વર્ષથી ડિપ્રેશનથી પીડાતી હતી અને સારવાર માટે તેના ભાઇ સાથે મુંબઈ આવી હતી. આ સર્જરીની મુંબઈની પ્રખ્યાત જસલોક હોસ્પિટલમાં કરાઈ હતી.

ઓસ્ટ્રેલિયન દર્દીના કિસ્સામાં ન્યુરોસર્જન પરેશ દોશીની સારવાર સાથે આ પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો. છેલ્લા ઉપાય તરીકે ડિપ્રેશનના કેટલાક દર્દીઓની ડીપ બ્રેઈન સ્ટીમ્યુલેશન (ડીબીએસ) સર્જરી કરવામાં આવે છે, જેમાં ન્યુરો પાથવેઝ બદલવા માટે મગજમાં ઈલેક્ટ્રોડ્સ મૂકવામાં આવે છે. DBSનો ઉપયોગ ઘણી બધી ન્યુરોલોજીકલ બિમારી માટે થાય છે. તેમાં પાર્કિન્સનથી લઈને આબ્સેસિવ કમ્પલસિવ ડિસઓર્ડર અને ડિપ્રેશનનો સમાવેશ થાય છે.

ડૉ. પારેખ દોશીએ જણાવ્યું હતું કે અમે ભૂતકાળમાં ડિપ્રેશનના ત્રણ દર્દીઓ પર ઓપરેશન કર્યું હતું અને તેઓ સારી રીતે કામ કરી રહ્યા છે. દર્દીએ પોતાનું નામ જાહેર ન કરવાની વિનંતી કરી હતી. આ મહિલા દર્દી 26 વર્ષથી ડિપ્રેશનથી પીડાતી હતી. આ મહિલા દર્દીના ભાઇએ જણાવ્યું હતું કે  તેને 20 અલગ-અલગ એન્ટીડિપ્રેસન્ટ્સ અજમાવી હતી અને ઓછામાં ઓછી પાંચ દવાઓ સામાન્ય કરતાં ખૂબ ઊંચી માત્રામાં સૂચવવામાં આવી હતી. તેને ECT ​​(ઇલેક્ટ્રોકોનવલ્સિવ થેરાપીઓ) અને કોગ્નિટિવ એન્ડ બેહેવિયરલ થેરાપી પણ કરાવી હતી, જેમાં વધુ ફાયદો થયો ન હતો. પરિવારને બે ઓસ્ટ્રેલિયન દર્દીઓ પાસેથી ડો. દોશીનો રેફરન્સ મળ્યો હતો. આ પછી ડો. દોશીનો સંપર્ક કર્યો હતો.

ઓસ્ટ્રેલિયામાં DBS સર્જરીને હજુ પરવાનગી મળી નથી, કારણ કે તેને હજુ પણ પ્રાયોગિક ઉપચાર  ગણવામાં આવે છે. દર્દીની લગભગ ત્રણ અઠવાડિયા પહેલા DBS સર્જરી કરવામાં આવી હતી. ડૉ. દોશીએ કહ્યું હતું કે ડીબીએસ સર્જરી દરમિયાન દર્દી જાગૃત હોય છે, જેથી અમે ઇલેક્ટ્રોડ મૂકતી વખતે પ્રતિભાવોને મેપ કરી શકીએ. સર્જરી દરમિયાન દર્દીની ચિંતામાં નોંધપાત્ર ઘટાડો થયો હતો અને તેનો મૂડ થોડો સુધર્યો હતો.

0000000000

LEAVE A REPLY

three × three =