લોસ એન્જેલસમાં હોલિવૂડમાં 95 એકેડમી એવોર્ડ ખાતે ઓસ્કાર્સ ફોટો રૂમમાં ફિલ્મ આરઆરએસના નાટુ નાટુ સોંગને બેસ્ટ ઓરિજિનલ સોંગ માટેની ઓસ્કાર સાથે એમ એમ કીરવાણી અને ચંદ્રબોઝ REUTERS/Mike Blake

અમેરિકાના લોસ એન્જલસમાં 95મો એકેડેમી એવોર્ડ યોજાયો હતો. સોમવારની સવારે 95માં ઓસ્કર સમારોહમાંથી ભારત માટે સારા સમાચાર આવ્યા હતા. સોમવારનો દિવસ ભારતીયો માટે ખુબ વિશિષ્ટ રહ્યો. ભારતની ત્રણ ફિલ્મો ઓસ્કાર માટે સ્પર્ધામાં હતી, તેમાંથી બે એવોર્ડ પ્રાપ્ત થયા છે. ભારતીય ફિલ્મ RRRના નાટૂ નાટૂ સોંગને બેસ્ટ ઓરિજિનલ સોંગનો એવોર્ડ મળ્યો. RRR આ શ્રેણીમાં નોમિનેશન મેળવનારી પ્રથમ ભારતીય ફિલ્મ રહી. આ ગીત લખનારા ચંદ્ર બોઝ અને સંગીતકાર એમ. એમ. કિરાવાણીએ ઓસ્કર સમારોહમાં ટ્રોફી સ્વીકારી હતી. વિશ્વભરના ભારતીયોમાં આ સિદ્ધિ પછી ખુશીનું મોજું ફરી વળ્યું હતું. ભારતીયોએ બે ઓસ્કારની મનભરીને ઉજવણી કરી હતી
આ અગાઉ એ.આર.રહેમાનને 2008માં ‘સ્લમડોગ મિલિયોનેર’ના ગીત ‘જય હો’ માટે બેસ્ટ ઓરિજિનલ સોંગનો ઓસ્કાર એવોર્ડ મળ્યો હતો. એ રીતે, 15 વર્ષ પછી ભારતને આ એવોર્ડ મળ્યો છે, ત્યારે ઉલ્લેખનિય છે કે, આ વિજેતા સોંગના ગીતકાર અને સંગીતકાર પણ દક્ષિણ ભારતના છે.

આ સેરેમનીમાં જ્યારે ‘નાટુ નાટુ’ વિજેતા હોવાની અેનાઉન્સમેન્ટ થઈ ત્યારે દીપિકા પાદુકોણ ભાવુક થઈ ગઈ હતી, તેની આંખોમાં હર્ષના આંસુ ચમકી ગયા હતા. ફિલ્મના ડાયરેક્ટર એસ. એસ. રાજમૌલિ ડોલ્બી થીએટરમાં સૌથી પાછળ બેઠા હતા.

આ કેટેગરીમાં નોમિનેશન મેળવનારી RRR પહેલી ભારતીય ફિલ્મ છે. આ ફિલ્મે ભારતને ફિલ્મી દુનિયામાં અલગ ઓળખ અપાવી છે અને સમગ્ર વિશ્વનું ધ્યાન ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરફ આકર્ષિત કર્યું છે. નાટી નાટૂ સોંગે માત્ર ભારતીય દર્શકોને જ નહીં, પરંતુ વિશ્વના દર્શકોને ઘેલું લગાડ્યું છે.આ પહેલા ઓસ્કર સમારોહમાં ગાયક રાહુલ સિપલીગંજ અને કાલ ભૈરવે ઓસ્કાર એવોર્ડ નાઈટમાં RRR ના ‘નાટુ નાટુ’ ના તાલે સ્ટેજ પર લાઈવ પરફોર્મન્સ આપ્યું હતું.

આ દરમિયાન સ્ટેડિયમમાં હાજર તમામ લોકોએ ‘નાટુ નાટુ’ની ધૂન પર ડાન્સ કર્યો અને ગીતને સ્ટેન્ડિંગ ઓવેશન પણ મળ્યું.આ પર્ફોમન્સની જાહેરાત બોલિવૂડ બ્યુટી દીપિકા પાદુકોણે સ્ટેજ પર કરી હતી. દીપિકા સ્ટેજ પર નાટુ નાટુ ગીત અને RRR ફિલ્મના વખાણ કરી રહી હતી. અમેરિકાના લોસ એન્જેલસમાં યોજાયેલા ઓસ્કાર એવોર્ડ સમારોહમાં હોલિવૂડથી લઇને બોલિવૂડના ઘણા સ્ટાર્સ તેમના ફેશનેબલ બેસ્ટ લૂકમાં હાજરી આપી રહ્યા છે. ઓસ્કારમાં આવખતે રેડ કાર્પેટને બદલે શેમ્પેઇન કલરની કાર્પેટને સેરેમનીમાં સ્થાન આપવામાં આવ્યું છે.

ઓસ્કારમાં ભારત માટે આજે ડબલ ગૌરવ પામવાનો દિવસ છે. ભારતની શોર્ટ ફિલ્મ ‘ધ એલિફન્ટ વ્હીસ્પર્સ’ને બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મનો એવોર્ડ આપવામાં આવ્યો છે. આ ફિલ્મનું દિગ્દર્શન કાર્તિકી ગોન્સાલ્વિસે અને ફિલ્મનું નિર્માણ ગુનીત મોંગાએ કર્યું છે.

ધ એલિફન્ટ વ્હીસ્પરર્સ મુદુમલાઈ નેશનલ પાર્કમાં રઘુ નામના અનાથ બાળક હાથીની વાર્તા છે. ડોક્યુમેન્ટ્રીમાં માત્ર તેમની વચ્ચેનો પ્રેમ જ નહીં પરંતુ આસપાસના કુદરતી સૌંદર્યને પણ સુંદર રીતે શૂટ કરવામાં આવ્યું છે. Elephant Whispers નેટફ્લિક્સ પર ડિસેમ્બર 2022 માં રિલીઝ કરવામાં આવી હતી

આ વખતે ભારતમાંથી ઓસ્કારમાં ત્રણ નોમિનેશન હતા. RRR ફિલ્મના નાટૂ નાટૂ સોંગને બેસ્ટ ઓરિજિનલ સોંગની કેટેગરીમાં, ‘ધ એલિફન્ટ વ્હીસ્પર્સ’ને બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ કેટેગરીમાં અને શૌનક સેનની All That Breathes બેસ્ટ ડૉક્યુમેન્ટરી ફિચર ફિલ્મ કેટેગરીમાં નોમિનેશન મેળવ્યું હતું. એમાંથી બે ઓસ્કાર જીતીને ભારતે ઇતિહાસ રચી દીધો છે.

95માં એકેડેમી અવોર્ડસમાં ‘એવરીથિંગ એવરીવ્હેર ઓલ એટ વન્સ’ છવાયેલી રહી, ફિલ્મે શ્રેષ્ઠ ફિલ્મ સહીત સાત ઓસ્કાર એવોર્ડસ જીત્ય છે. બ્રેન્ડન ફ્રેઝરને ધ વ્હેલ માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો છે. મિશેલ યોહને ‘એવરીથિંગ એવરીવ્હેર ઓલ એટ વન્સ’ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો છે. મિશેલ યોહ ઓસ્કારમાં સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જીતનાર પ્રથમ દક્ષિણ એશિયાઈ અભિનેત્રી છે.

LEAVE A REPLY

9 − 1 =