IndiGo Airlines
(ANI Photo/ ANI Picture Service)

ભારતની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોના સીઇઓ પીટર એલ્બર્સે જણાવ્યું હતું કે એરલાઇન્સ  2030 સુધીમાં નવા ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ રૂટ્સ તેમજ ડેસ્ટિનેશન સાથે તેના કદને બમણું કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. કંપનીની ભારતની આર્થિક વૃદ્ધિની સંભાવના સાથે તાલ મિલાવી શકે તેવી વૈશ્વિક વૈશ્વિક મહત્ત્વાકાંક્ષા સાથે આગળ વધવા માગે છે. 17 વર્ષ જૂની આ એરલાઇન હાલમાં 88 ડોમેસ્ટિક અને 33 ઇન્ટરનેશનલ ડેસ્ટિનેશન  પર સેવા પૂરી પાડે છે. તેની પાસે 360થી વધુ વિમાનોનો કાફલો છે.

આશરે 60 ટકા સ્થાનિક બજારહિસ્સા સાથે દેશની સૌથી મોટી એરલાઇન A321 XLR એરક્રાફ્ટ પર મોટો દાવ લગાવી રહી છે. વિદેશી હાજરીને વધુ વિસ્તૃત કરવા માટે 2025માં આ વિમાનો તેના કાફલાનો ભાગ બનવાની ધારણા છે.

વૈશ્વિક બજારમાં તેની હાજરીને મજબૂત કરીને તેમાં વધારો કરવા પર ભાર મૂકતાં તેમણે જણાવ્યું હતું કે ઈન્ડિગોની બીજી મોટી છલાંગ દાયકાના અંત સુધીમાં તેનું કદ બમણું કરવાની હશે.

હાલમાં, ઇન્ડિગો ટર્કિશ એરવેઝ, બ્રિટિશ એરવેઝ, કતાર એરવેઝ, અમેરિકન એરલાઇન, KLM-એરફ્રાન્સ, ક્વાન્ટાસ, જેટસ્ટાર અને વર્જિન એટલાન્ટિક સાથે કોડશેર ભાગીદારી ધરાવે છે.

એક વર્ષ પહેલા ઇન્ડિગો ત્રણ સ્થળોએથી સિંગાપોર માટે ઉડાન ભરતી હતી અને આજે, તે ભારતમાં સાત સ્થળોએથી તે દેશ સુધી ઓપરેટ કરે છે. મને લાગે છે કે અમારી પાસે માત્ર ડેસ્ટિનેશન જ નહીં પણ વધુ… અમારા નેટવર્કમાં વધુ રૂટ ઉમેરવાની સારી તક છે. નવા ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ રૂટનું મિશ્રણ એ એરલાઇનના 2030 સુધીમાં તેનું કદ બમણું કરવાના પ્રયાસમાં મુખ્ય પાસુ હશે, જેના માટે “ગ્રાઉન્ડવર્ક” કરવામાં આવ્યું છે.

કોરોના મહામારીના ફટકા પછી કંપનીએ ફરી નાણાકીય સદ્ધરતા હાંસલ કરી છે. છેલ્લા પાંચ ક્વાર્ટરમાં નફાકારક રહી છે. 2023 ડિસેમ્બર ક્વાર્ટરમાં પણ નેટવર્થ પોઝિટિવ બની હતી.

LEAVE A REPLY

5 × four =