ભયાનક નિવડેલા એપ્રિલ માંસમાં ગેસ, વીજળી, પાણી, ટ્રાન્સપોર્ટ અને કાઉન્સિલ ટેક્સના ભાવોમાં નાટકીય વધારા પછી યુકેમાં ફુગાવો ગયા મહિને અપેક્ષા કરતાં વધુ વધીને 3.5% થયો હતો. જે એક વર્ષ કરતાં વધુ સમયનો દર છે.
એમ્પોલોયર્સના નેશનલ ઇન્સ્યોરંશ યોગદાનમાં થયેલા વધારા અને રાષ્ટ્રીય લઘુત્તમ વેતનમાં વધારો થવાથી કંપનીઓ પર પોતાની સેવાઓ અને પ્રોડક્ટ્સના ભાવ વધારવાનું દબાણ આવ્યું હતું.
ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટીક્સ (ONS) ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ગેસ અને વીજળીના બિલમાં “ઓફજેમની એનર્જી પ્રાઇસ કેપમાં ફેરફારને કારણે ફુગાવામાં વધારો થયો હતો. ખાનગીકરણ પછી પાણી અને ગટરના બિલમાં પણ સૌથી ઝડપી 26.1%નો વધારો થયો હતો. જ્યારે વાહનની એક્સાઇઝ ડ્યુટીમાં પણ વધારો થયો હતો.
નાણાકીય બજારોની અપેક્ષા કરતાં કિંમતોમાં થયેલી વૃદ્ધિ વધુ મજબૂત સાબિત થતા બેંક ઓફ ઈંગ્લેન્ડ વ્યાજ દરમાં ઝડપી અને ઊંડા ઘટાડા માટેના કોલને નકારી કાઢે તેવી શક્યતા છે. શહેરના અર્થશાસ્ત્રીઓના એક મતદાનમાં એપ્રિલમાં 3.3% નો વધારો થવાની આગાહી કરવામાં આવી હતી, જ્યારે કેન્દ્રીય બેંકે ગયા મહિને ફુગાવાનો દર 3.4% સુધી પહોંચવાની અપેક્ષા રાખી હતી.
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક એન્ડ સોશિયલ રિસર્ચના અર્થશાસ્ત્રી મોનિકા જ્યોર્જ મિશેલે જણાવ્યું હતું કે ફુગાવો ઘણા મહિનાઓ સુધી ઊંચો રહેવાની શક્યતા છે, જેના કારણે સેન્ટ્રલ બેંકને વ્યાજ દરમાં વધારો મોકૂફ રાખવાની ફરજ પડી છે.
બ્રિટિશ ચેમ્બર્સ ઓફ કોમર્સે જણાવ્યું હતું કે વ્યાજ દરમાં ઘટાડો વિલંબિત થવાની શક્યતાથી તેઓ નિરાશ છે.
