દુનિયાભરમાં મોંઘવારીએ હાહાકાર મચાવ્યો હોવાથી અનેક દેશોમાં ભાવવધારા સામે દેખાવો શરૂ થયા છે. બ્રિટનમાં રેલવે કર્મચારીઓએ હડતાલ પાડી હતી. પાકિસ્તાનમાં ઠેર-ઠેર તોતિંગ ભાવવધારા સામે વિરોધી દેખાવો થયા હતા. અમેરિકામાં પાયલટ એસોસિએશને દેખાવો કર્યા હતા. ઝિમ્બાબ્વેમાં મેડિકલ સ્ટાફના દેખાવો ઉગ્ર બન્યા હતો. યુરોપિયન એરલાઈન્સના કર્મચારીઓ મોંઘવારીના વિરોધમાં હડતાલ પર ઉતર્યા હતા.

વિવિધ જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં થોડો ઘણો વધારો ઝીંકાયો છે. ઓક્સફામના વડા મેટ ગ્રેઈનરે કહ્યું હતું કે રશિયા-યુક્રેન યુદ્ધના કારણે દુનિયાભરમાં જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં વધારો થયો છે. પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં વધારો થયો હોવાથી ટ્રાન્સપોર્ટેશન મોંઘું થયું, સરવાળે તમામ ચીજવસ્તુઓના ભાવ વધ્યા છે. જીવનજરૂરી ચીજવસ્તુઓ, પેટ્રોલ-ડીઝલ-રાંધણગેસ, કપડાં જેવી રોજિંદી જરૂરિયાતમાં દુનિયાભરમાં ભાવ વધ્યા છે. તેના કારણે દુનિયાભરના ખાનગી અને સરકારી નોકરિયાતો અને નાના ધંધાર્થીઓનું બજેટ ખોરવાયું છે. મોંઘવારી સામે પહોંચી વળવા દુનિયાભરમાં વિવિધ દેશોમાં પગાર વધારા સહિતની માગણીઓ સાથે દેખાવો શરૂ થયા છે.

સાઉથ કોરિયામાં ટ્રકચાલકોની એક સપ્તાહની હડતાલ માંડ સમજાવટથી મોકૂફ રહી હતી. સ્પેનમાં ટ્રક ચાલકોની હડતાલ હોવાથી પુરવઠાને વ્યાપક અસર થઈ હતી. પાકિસ્તાનમાં વિરોધપક્ષો તોતિંગ ટેક્સ અને ભાવવધારા સામે આંદોલનો ચાલુ કર્યું હતું. બેલ્જિયમમાં કામદારો હડતાલ પર હતા. યુરોપિયન એરલાઈન્સના કર્મચારીઓએ મોંઘવારીનો વિરોધ નોંધાવીને પગાર વધારો માગ્યો હતો. શ્રીલંકા, અફઘાનિસ્તાન, મ્યાંમાર, યેમેન સહિતના કેટલાય દેશો તો ગંભીર આર્થિક કટોકટીમાં સપડાઈ ગયા છે.

ઓક્સફામે ચેતવણી આપી છે કે ભાવવધારો કાબૂમાં નહીં આવે તો ગંભીર વૈશ્વિક મંદી આવશે. લોકોમાં વધતો આક્રોશ આર્થિક મંદીમાં પરિવર્તિત થશે. લોકો રોકાણો અને બચતો પાછી ખેંચી લેશે તો ખૂબ જ કપરી સ્થિતિ સર્જાઈ શકે છે. કેટલાક દેશોમાં યુક્રેન-રશિયા યુદ્ધની સીધી અસર છે