આઝાદી કા અમૃત મહોત્સવ પ્રસંગે 14 દેશોની સફર, લોકયાન 2022 પર નીકળેલ ભારતીય નૌકાદળના પ્રથમ સેઇલ ટ્રેઇનીંગ શીપ INS તરંગિની 14 થી 18 ઓગસ્ટ 22 દરમિયાન લંડનની મુલાકાત લેનાર છે. INS તરંગિનીને 1997માં ભારતીય નૌકાદળમાં કાર્યરત કરાયું હતું. તેને ગોવામાં બ્રિટિશ નૌકાદળના આર્કિટેક્ટ કોલિન મુડી દ્વારા ડિઝાઇન કરાયું હતું અને 1 ડિસેમ્બર 1995ના રોજ લોન્ચ કરાયું હતું.

14 ઑગસ્ટ 2022ના રોજ સાંજે 4 વાગ્યે થેમ્સ ક્વે E14 9SG, DLR સાઉથ ક્વે સ્ટેશન નજીક, વેસ્ટ ઈન્ડિયા ડોક્સ અને બર્થમાં પ્રવેશ કરતી વખતે તેનું સ્વાગત કરવાની તક મળશે. તા. 15 ઓગસ્ટના રોજ ભારતના 75મા સ્વતંત્રતા દિવસ પ્રસંગે તરંગિનીની લંડનની મુલાકાત નોંધપાત્ર છે અને 75મા સ્વતંત્રતા દિવસના ભાગરૂપે લંડનના હાર્દમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે.

તા. 17મીએ થેમ્સ ક્વે, વેસ્ટ ઈન્ડિયા ડોક, કેનેરી વ્હાર્ફ ખાતે INS તરંગીની શિપ પર બાળકો માટે ART સ્પર્ધા પણ રાખવામાં આવી છે.