વિશ્વમાં વ્યાજદરમાં વધારાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે ત્યારે ફુગાવાને અંકુશમાં લેવા માટે ભારતમાં મે 2022 પછીથી વ્યાજદરમાં 7 ડિસેમ્બરે સતત પાચમી વાર વધારો કરવામાં આવ્યો હતો. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા નાણાએ નીતિમાં રેપો રેટમાં 0.35 ટકાનો વધારો કર્યો હતો. તેનાથી રેપો રેટ વધીને 6.25 ટકા થયો છે. આગામી 12 મહિનામાં ફુગાવાનો દર 4 ટકાથી ઉપર રહેવાની શક્યતા છે. જૂન 2022 પછી RBIએ બેન્ચમાર્ક ધીરાણ દર (રેપો રેટ)માં ત્રણ વખત 0.50 ટકાનો વધારો કર્યો છે.

અગાઉ મે મહિનામાં પણ રેપો રેટમાં 0.40 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. વ્યાજદર વધવાના કારણે ઓટો, હોમ સહિતની તમામ લોનના રેટ પણ વધી જાય તેવી શક્યતા છે. મે મહિનાથી દેશમાં રેપો રેટમાં વધારાની સાઈકલ શરૂ થઈ હતી. આજે થયેલા વધારાની સાથે અત્યાર સુધીમાં રેપો રેટમાં કુલ 2.25 ટકાનો વધારો થયો છે.  

આરબીઆઈના ગવર્નર શક્તિકાતાં દાસે જણાવ્યું કે ભારતમાં ગ્રામીણ ડિમાન્ડમાં રિકવરી આવી છે અને શહેરી વિસ્તારોમાં કન્ઝમ્પશનમાં વધારો થઈ રહ્યો છે. ઓક્ટોબરથી ડિસેમ્બર 2022 માટે GDPના ગ્રોથની આગાહી ઘટાડીને 4.4 ટકા કરવામાં આવી છે. દાસે કહ્યું કે ભારતમાં નવેમ્બર મહિનામાં મેન્યુફેક્ચરિંગ અને સર્વિસિસ પીએમઆઈ સમગ્ર વિશ્વમાં સૌથી ઉંચો હતો. ઓક્ટોબરમાં દેશમાં ઈકોનોમિક પ્રવૃત્તિમાં વધારો થયો હતો. 

રેપો રેટ વધારવાનો નિર્ણય મેજોરિટીથી લેવામાં આવ્યો હતો. મોનેટરી પોલિસી કમિટિના 6 સભ્યોમાંથી પાંચ સભ્યોએ રેપો રેટ વધારવાને ટેકો આપ્યો હતો. છમાંથી ચાર સભ્યોએ ‘એકોમોડેશન ઘટાડવા’ના વલણને ટેકો આપ્યો હતો. અર્થશાસ્ત્રીઓએ પહેલેથી શક્યતા દર્શાવી હતી કે આરબીઆઈ દ્વારા રેપો રેટમાં 0.35 ટકાનો વધારો કરવામાં આવશે. 

દેશમાં કોમોડિટી, એનર્જી અને ફૂડ પ્રાઈસમાં ઘટાડો થયો છે. પરંતુ ફુગાવાનો દર હજુ પણ ઉંચો છે. આરબીઆઈ ફુગાવાને 2થી 6 ટકાની રેન્જમાં રાખવા માંગે છે પરંતુ ઓક્ટોબરમાં ફુગાવાનો દર 6.77 ટકા હતો. 

LEAVE A REPLY

2 − 1 =