REUTERS/Jennifer Gauthier

ઇન્ટકરનેશનલ ક્રિમિનલ પોલીસ ઓર્ગેનાઈઝેશન (ઈન્ટરપોલ)એ સોમવારે પ્રતિબંધિત આતંકવાદી જૂથ બબ્બર ખાલસા ઈન્ટરનેશનલના સભ્ય કરણવીર સિંહ વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જારી કરી હતી. ઈન્ટરપોલે ખાલિસ્તાની આતંકવાદી માટે રેડ કોર્નર નોટિસ બહાર પાડીને તેની વેબસાઈટ અપડેટ કરી હતી.

ગુપ્તચર સૂત્રોએ સમાચાર એજન્સીને જણાવ્યું કે સિંહ પાકિસ્તાનમાં છુપાયેલો હોવાનું માનવામાં આવે છે અને તે ખાલિસ્તાન તરફી આતંકવાદી જૂથ બબ્બર ખાલસા ઇન્ટરનેશનલનો સભ્ય છે. ઇન્ટરપોલ પોર્ટલના જણાવ્યા  મુજબ 38 વર્ષીય કરણવીર સિંહના મૂળ પંજાબના કપૂરથલા જિલ્લાનો છે. તેને ભારતમાં  ગુનાહિત કાવતરું, હત્યા, આર્મ્સ એક્ટ અને એક્સપ્લોઝિવ સબસ્ટન્સ એક્ટ સંબંધિત ગુનાઓ, આતંકવાદી કૃત્યો માટે ભંડોળ એકત્ર કરવા, કાવતરું રચવા અને આતંકવાદી ગેંગ અથવા સંગઠનનો સભ્ય હોવા બદલ વોન્ટેડ છે.

રેડ કોર્નર નોટિસ એ ઇન્ટરપોલના સભ્ય દેશોના કાયદા અમલીકરણ અધિકારીઓને વ્યક્તિને શોધવા અને અસ્થાયી રૂપે અટકાયતમાં રાખવાની વિનંતી છે.

LEAVE A REPLY

fifteen − 8 =