Death sentence to the accused in Surat girl rape-murder case
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ઈરાનમાં હિજાબ અને સરમુખત્યારશાહી શાસન વિરુદ્ધ ચાલી રહેલા આંદોલનને દબાવવા સરકાર અત્યંત ક્રૂર અને અમાનવીય પગલાં ભરી રહી છે. આવા જ દમનકારી પગલાં સરકારે માજિદ રેઝા રહનાવર્દન નામના વ્યક્તિને સોમવારે જાહેરમાં ક્રેન પર લટકાવી ફાંસી અપાઈ હતી. રહનાવર્દે પર આંદોલન દરમિયાન પોલીસના બે જવાનોની ચાકુ મારી હત્યા કરવાનો આરોપ મુકાયો હતો.

ઈરાનના ન્યાયતંત્રના તાબા હેઠળની સમાચાર સંસ્થા મિઝાન દ્વારા માજિદરેઝા રહનાવર્દનની ક્રેન પર લટકતી લાશની તસવીરો પ્રકાશિત કરાઈ હતી. જેમાં ફાંસી અપાઈ તે ક્રેનની આસપાસ મોઢે માસ્ક પહેરીને ઉભેલી પોલીસ અને મોટી સંખ્યામાં નાગરિકો જોઈ શકાય છે.

આંદોલનકારીઓના જણાવ્યાં અનુસાર અત્યાર સુધીમાં બંધ બારણે થયેલી સુનાવણીમાં ઓછામાં ઓછા એક ડઝન લોકોને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે. ઇરાનના માનવાધિકાર કાર્યકરોના જણાવ્યા અનુસાર, સપ્ટેમ્બરના મધ્યમાં દેખાવો શરૂ થયા પછી ઓછામાં ઓછા 488 લોકો માર્યા ગયા છે. સત્તાવાળાઓ દ્વારા વધુ 18,200 લોકોની અટકાયત કરવામાં આવી છે. મિઝાનમાં પ્રકાશિત અહેવાલમાં રહનાવર્દન પર એવો આરોપ લગાવાયો હતો કે રહનાવર્દે 17 નવેમ્બરના રોજ મશાદમાં સુરક્ષા દળના બે સભ્યોની છરીના ઘા મારીને હત્યા કરી હતી અને અન્ય ચારને ઈજા પહોંચાડી હતી.

LEAVE A REPLY

2 × four =