પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

આયર્લેન્ડે ઘર આંગણાની પાકિસ્તાન સામેની સીરીઝમાં ગયા સપ્તાહે શનિવારે પાંચ વિકેટે વિજય સાથે ત્રણ ટી-20ની સીરીઝનો વિજયી આરંભ કર્યો હતો. પ્રવાસી ટીમ સામેનો તેનો આ સૌપ્રથમ વિજય છે.

ડબલિનમાં શનિવારની મેચમાં પાકિસ્તાને પહેલા બેટિંગ કરતાં 6 વિકેટે 182 રન કર્યા હતા. તેના જવાબમાં આયર્લેન્ડનો રસાકસીભર્યા મુકાબલામાં છેલ્લી ઓવરના ચોથા બોલે પાંચ વિકેટે વિજય થયો હતો.

પાકિસ્તાન તરફથી સુકાની બાબર આઝમે સૌથી વધુ – 57 રન કર્યા હતા. તેના સિવાય સેમ અયુબે 29 બોલમાં 45 રન કર્યા હતા. આયર્લેન્ડ તરફથી ક્રેગ યંગે 2 વિકેટ ઝડપી હતી. ગેરેથ ડેલાની અને માર્ક એડેરને 1-1 વિકેટ મળી હતી.

આયર્લેન્ડની શરૂઆત ખરાબ રહી હતી. પોલ સ્ટર્લિંગ 8 રને અને ત્યારબાદ લોર્કન ટકર 4 રન કરી વિદાય થયા હતા. 27 રનમાં બે વિકેટ પડી ગયા બાદ એન્ડ્રુ બાલબિર્ની અને હેરી ટેકરે બાજી સંભાળી હતી. બંનેએ ત્રીજી વિકેટની ભાગીદારીમાં 77 રન કર્યા હતા.

પાકિસ્તાન તરફથી અબ્બાસ આફ્રિદીને 2 વિકેટ તથા શાહીન શાહ આફ્રિદી, નસીમ શાહ અને ઈમાદ વસીમને 1-1 વિકેટ મળી હતી.

 

LEAVE A REPLY