૧૬ જૂન, ૨૦૨૫ ના રોજ ઇઝરાયલના બ્નેઇ બ્રેકમાં ઇઝરાયલ પર ઇરાન તરફથી મિસાઇલ હુમલો. REUTERS/Miro Maman

ઇરાનને પરમાણુ દેશ બનતો અટકાવવા માટે ઇઝરાયેલે શરૂ કરેલા ઓપરેશન ‘રાઈઝિંગ લાયન’ હેઠળ સોમવાર, 16 જૂને સતત ચોથા દિવસ પણ ઇરાનના પરમાણુ અને લશ્કરી મથકો પર હવાઈ હુમલા ચાલુ રાખ્યા હતાં. ઇરાન પણ તેનો વળતો જવાબ આપીને મિસાઇલ અને ડ્રોન હુમલા કરી રહ્યું છે. સત્તાવાર અને સ્થાનિક સૂત્રો સૂચવે છે કે ફક્ત 14 જૂનના રોજ ઓછામાં ઓછા 93 લોકો માર્યા ગયા હતાં અથવા ઘાયલ થયા હતાં, જેના કારણે ઇરાનમાં કુલ મૃત્યુઆંક ઓછામાં ઓછા 863 લોકો પર પહોંચી ગયો છે.

સોમવારની વહેલી સવારે ઈરાનના હુમલાઓથી ઇઝરાયલી તેલ રિફાઇનરી અને પાવર ગ્રીડના એક ભાગને નુકસાન થયું હતું. ઇઝરાયલી ઇમરજન્સી સેવાઓએ પણ અરાજકતા અને વિનાશના દ્રશ્યોનો સામનો કરવો પડ્યો હતો, કારણ કે ઇરાની મિસાઇલો વસ્તીવાળા વિસ્તારોમાં ત્રાટક્યાં હતાં. ઇરાને તેલ અવીવ, પેટાહ ટિકવા અને બ્નેઇ બ્રાકમાં રહેણાંક ઇમારતોને ટાર્ગેટ કર્યા હતાં, જ્યારે હાઇફાના ઔદ્યોગિક ક્ષેત્રમાં સીધા હુમલા આગ લાગી હતી. ઇઝરાયલમાં જાનહાનિ હવે 18થી 20 થઈ છે, જ્યારે 390 લોકો ઘાયલ થયા છે. બચાવ ટીમો અનેક શહેરોમાં કાટમાળ અને ધરાશાયી થયેલા માળખાંમાં રાહત અને બચાવ કામગીરી કરી રહી હતી.

ઇઝરાયેલની આ કાર્યવાહીને પગલે મધ્યપૂર્વના દેશોમાં તંગદિલીમાં વધારો થયો છે. રવિવારે ઈઝરાયેલ અને ઈરાને સતત ત્રીજા દિવસે એકબીજા પર મિસાઈલ હુમલા કર્યા હતાં ઈરાની મીડિયાના જણાવ્યા મુજબ, ઈઝરાયેલના હુમલામાં 128થી વધુના મોત થયા છે, જ્યારે ઈઝરાયેલમાં 13 વ્યક્તિએ જીવ ગુમાવ્યા છે. જોકે હ્યુમન રાઈટ્સ ગ્રૂપના જણાવ્યા મુજબ, ઈઝરાયેલના હુમલાથી ઈરાનમાં 406 વ્યક્તિએ જીવ ગુમાવ્યા છે અને 654 ઘાયલ થયા છે.

ઈઝરાયેલે તહેરાનમાં સંરક્ષણ હેડક્વાર્ટર તથા અણુમથકો પર હુમલા કર્યા હતાં. ઈરાનની મિસાઈલે ઈઝરાયેલની એર ડિફેન્સ સીસ્ટમને થાપ આપી હતી જેના કારણે ઈઝરાયેલના રહેણાક વિસ્તારોમાં નુકસાન થયુ હતું અને નાગરિકોના મોત થયા હતાં.

ઈરાની મીડિયાના જણાવ્યા મુજબ, ઈઝરાયેલના હુમલાથી શુક્રવાર અને શનિવાર દરમિયાન 18 મોત થયા હતાં, જેમાં 40 મહિલા અને બાળકોનો પણ સમાવેશ થાય છે. ઈઝરાયેલે ઈરાનના ઓઈલ ભંડારોને પણ નિશાન બનાવ્યા હતાં. ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાગચીએ કહ્યું હતું કે, ઈઝરાયેલના હુમલા નહીં અટકે તો ઈરાન પણ નહીં રોકાય. ઈરાનને ન્યૂક્લિયર અધિકારથી વંચિત રાખવા અમેરિકાને કરાર કરવા હોય તો આવા કોઈ કરાર સ્વીકાર્ય નથી. અમેરિકાનું સીધું સમર્થન હોવાના કારણે જ ઈઝરાયેલ હુમલા કરી રહ્યું છે.

LEAVE A REPLY