(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

કંગના રનોતનું કહેવું છે કે તેણે બોલીવૂડમાં ઘણી નકારાત્મકતા જોઈ છે, પરંતુ 2022નું વર્ષ તેના માટે બ્લૉકબસ્ટર છે. ૨૦ મેએ રિલીઝ થયેલી તેની ‘ધાકડ’ બોક્સ-ઓફિસ પર સુપર ફ્લોપ ગઇ હતી. રિલીઝના થોડા દિવસોમાં જ ફિલ્મના શો બંધ થઈ ગયા છે. ફિલ્મ લોકોને પસંદ નથી આવી.

તેની પાસે ‘તેજસ’, ‘સીતા: ધ ઇન્કાર્નેશન’ અને ‘મણિકર્ણિકા : ધ લેજન્ડ ઓફ દીદ્દા’ જેવી ફિલ્મો છે. ‘ધાકડ’ની નિષ્ફળતા અંગે તેણે મૌન તોડ્યું છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પોસ્ટ કરીને જણાવ્યું હતું કે ‘2019માં મારી ‘મણિકર્ણિકા : ધ ક્વીન ઑફ ઝાંસી’એ 160 કરોડનો બિઝનેસ કર્યો હતો. એ સુપરહિટ ફિલ્મ હતી. 2020 તો કોવિડનું વર્ષ હતું, 2021માં મારી કરીઅરની સૌથી મોટી ફિલ્મ ‘થલાઇવી’ ડિજિટલ પ્લૅટફૉર્મ પર આવી હતી અને એ પણ ખૂબ સફળ થઈ હતી. મેં ઘણીબધી ક્યુરેટેડ નેગેટિવિટી જોઈ છે, પરંતુ 2022નું વર્ષ બ્લૉકબસ્ટર છે, કેમ કે ‘લૉક અપ’ને હોસ્ટ કર્યો હતો અને હજી વર્ષ પૂરું નથી થયું. મને ખૂબ આશાઓ છે. સુપરસ્ટાર કંગના રનોત ભારતની બોક્સ-ઓફિસની ક્વીન છે.’